For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 40 વર્ષ નિમિત્તે ઊજવાશે વિશ્વસંસ્કૃતિપર્વ મહોત્સવ

05:21 PM Nov 27, 2025 IST | revoi editor
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 40 વર્ષ નિમિત્તે ઊજવાશે વિશ્વસંસ્કૃતિપર્વ મહોત્સવ
Advertisement
  • 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાનારા સાત દિવસીય મહોત્સવમાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલાનો સંગમ રચાશે
  • જાણીતા અભિનેતા શ્રી અમોલ પાલેકર, સુપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી અશોક વાજપેયી, વિખ્યાત પટકથાલેખક શ્રી અભિજાત જોશી તથા સ્વરકાર શ્રી અમર ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે વિવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો
  • મહોત્સવ દરમિયાન લોકભારતી યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી અરુણ દવેને શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી એવોર્ડ એનાયત કરાશે

અમદાવાદ, 27 નવેમ્બર, 2025ઃ Gujarat Vishwakosh Trust ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ છેલ્લાં 40 વર્ષથી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર-પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે સતત કાર્યરત છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક કાર્યક્રમમાં નર્મદા જેમ ગુજરાતની જીવાદોરી છે તેમ જ ગુજરાત વિશ્વકોશ રાજ્યની સાંસ્કૃતિક દોરી છે, એવું કહીને સન્માની હતી, એવી આ સંસ્થા પોતાની 40 વર્ષની સફરની ઉજવણી 'વિશ્વસંસ્કૃતિપર્વ' મહોત્સવ World Culture Festival દ્વારા કરવા જઈ રહી છે.

Advertisement

'વિશ્વસંસ્કૃતિપર્વ' મહોત્સવ અંગે જાણકારી આપતા વિશ્વકોશના વડા અને પદ્મશ્રીથી સન્માનિત સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે 30મી નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન વિશ્વકોશના 40 વર્ષ નિમિત્તે 'વિશ્વસંસ્કૃતિપર્વ' મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલાને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે.

મહોત્સવ અંગે વધુ માહિતી આપતા શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે આ મહોત્સવમાં હિન્દી અને મરાઠી ફિલ્મના જાણીતા અભિનેતા શ્રી અમોલ પાલેકર, વરિષ્ઠ સાહિત્યકાર શ્રી અશોક વાજપેયી, વિખ્યાત પટકથાલેખક અભિજાત જોશી, સ્વરકાર શ્રી અમર ભટ્ટ અને હિમાલી વ્યાસ નાયક, સર્વપ્રથમ એવોર્ડ વિજેતા રેડિયો ડોક્યુમેન્ટરી તૈયાર કરનાર મકરંદ વાઇકર, લેખક-દિગ્દર્શક કમલ જોષી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી એવોર્ડ સણોસરાની લોકભારતી યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી અરુણ દવેને એનાયત કરાશે, એવું તેમણે ઉમેર્યું હતું.

Advertisement

વિશ્વકોશ અંગે જાણકારી આપતાં શ્રી કુમારપાળભાઈએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા ગુજરાત વિશ્વકોશ ઉપરાંત બાળ વિશ્વકોશ, બૃહદ્ નાટ્યકોશ, તબીબી વિજ્ઞાનનો કોશ, નારી કોશ, ગ્રંથાલય વિજ્ઞાન કોશ પણ તૈયાર કરવામાં આવ્યા છે. 180થી વધારે વિષયો પરનો 24,000થી વધુ લખાણો ધરાવતો વિશ્વકોશ આજે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. જેની આજ સુધીમાં ચાર કરોડ એંસી લાખથી વધુ લોકોએ એની મુલાકાત લીધી છે અને દર મહિને દોઢ લાખથી વધુ વિશ્વભરનાં ગુજરાતી ભાષીઓ તેનો ઉપયોગ કરે છે. સાહિત્યિક- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સિવાય વિશ્વકોશ દ્વારા કાર્યશાળાઓ પણ યોજવામાં આવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા વિશ્વ સાંસ્કૃતિપર્વ મહોત્સવનું આયોજન
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા વિશ્વ સાંસ્કૃતિપર્વ મહોત્સવનું આયોજન - REVOI

ગુજરાતની આ એક માત્ર સંસ્થા છે કે જ્યાંથી ત્રણ વિશિષ્ટ પ્રકારનાં સામયિકો પ્રગટ થાય છે. દર મહિને પ્રકાશિત થતા એના મુખપત્ર ‘વિશ્વવિહાર’ સામયિકમાં વિશ્વની ગતિવિધિ આલેખતા ભિન્ન ભિન્ન વિષયો પર લેખો પ્રસિદ્ધ થાય છે, તો વિદેશનાં ગુજરાતી સર્જકોને અનુલક્ષીને તૈયાર થતું એવા ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ પ્રગટ થાય છે, તો સ્ત્રીઓ દ્વારા સાહિત્ય, કળા અને જ્ઞાનનું ત્રૈમાસિક ‘વિશ્વા’નું પ્રકાશન કરવામાં આવે છે. વિશ્વકોશની જુદી જુદી શ્રેણી દ્વારા સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ટેક્નોલોજી, બાળસાહિત્ય જેવાં વિવિધ વિષયો વિશે નિષ્ણાતોએ લખેલાં પ્રમાણભૂત 115 પુસ્તકોનું આજ સુધીમાં પ્રકાશન થયું છે. વિશ્વકોશ સાહિત્ય, ચિત્ર, સમાજસેવા, સંશોધન, નાટ્યલેખન જેવાં વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારને એવોર્ડ આપે છે અને એની 11 જેટલી વ્યાખ્યાનશ્રેણી દ્વારા વિશ્વકોશમાં અત્યાર સુધીમાં 700થી વધુ વ્યાખ્યાનો યોજાયા છે. ભાષાસજ્જતા શિબિર, યોગશિબિર, હસ્તપ્રતવિદ્યા, રોબોટિક્સ, પ્રૂફવાચન, બ્રાહ્મીલિપિ, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી કાર્યશિબિરો પણ યોજવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

પૂર્વ મુખ્ય સચિવ અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરીએ પત્રકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ એવી સંસ્થા છે, જે ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનું કામ કરે છે. આ સંસ્થા ભાષા ઉપરાંત જ્ઞાનનો ઉજાસ ફેલાવવાનું પણ ઉમદા કામ કરી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે શ્રી લહેરીએ વિશ્વકોશ માટે શ્રી ધીરુભાઈ ઠાકરના યોગદાનને યાદ કર્યું હતું તથા માતૃભાષા ગુજરાતી અંગે સરકાર અને સાહિત્યિક સંસ્થાઓના પ્રયાસોની વાત કરવાની સાથે સાથે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા ગુજરાતી સુધી ગુજરાતી ભાષામાં જ્ઞાનની સરવાણી વહેવડાવવા બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિસનગરના કર્મયોગી શ્રી સાંકળચંદભાઈ પટેલની ભાવના, શ્રી ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને પુરુષાર્થ તથા કુમારપાળ દેસાઈ, પી.કે. લહેરી, દાઉદભાઈ ઘાંચી, નીતિન શુક્લ, પ્રકાશ ભગવતી, પ્રીતિ શાહ જેવાં ટ્રસ્ટીઓની મહેનતને પરિણામે આજે વિશ્વકોશ ગુજરાતની અગ્રણી સાંસ્કૃતિક સંસ્થા થઈ છે.

આપણી વચ્ચે એક એવા સંગ્રાહક છે જે જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરે છે, નામ છે…

ગાથા ગુજરાતનીઃ સૈનિક પુત્ર વીરગતિ પામ્યો અને પિતાએ શરૂ કર્યો એક અનોખો યજ્ઞ

Advertisement
Tags :
Advertisement