હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ

10:00 AM Mar 28, 2025 IST | revoi editor
Advertisement

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. રમાયેલી ક્વોલિફાયર મેચમાં બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ડ્રો થયા બાદ આર્જેન્ટિનાને ટુર્નામેન્ટની ટિકિટ મળી ગઈ છે.

Advertisement

હવે લિયોનેલ સ્કેલોનીની ટીમ તેમના આગામી ક્વોલિફાયરમાં બ્રાઝિલનો સામનો કરશે. આ મેચ મંગળવારે બ્યુનોસ એરેસના એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં રમાશે. આ મેચ પહેલા જ આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

જો ઉરુગ્વે આ મેચ હારી ગયું હોત, તો આર્જેન્ટિનાને બ્રાઝિલ સામે ઓછામાં ઓછા એક પોઈન્ટની જરૂર હોત. જોકે, બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ગોલ રહિત ડ્રો થતાં આર્જેન્ટિના માટે રસ્તો સરળ બન્યો છે.

Advertisement

અગાઉના ક્વોલિફાયરમાં ઉરુગ્વે સામે 1-0થી જીત મેળવ્યા બાદ આર્જેન્ટિના ઓછામાં ઓછા ઈન્ટર-કન્ફેડરેશન પ્લેઓફમાં સ્થાન મેળવવાની સ્થિતિમાં હતું. આ ડ્રો પછી, બોલિવિયા 14 મેચમાં 14 પોઈન્ટ સાથે ક્વોલિફાઇંગ ટેબલમાં સાતમા સ્થાને છે. આર્જેન્ટિનાએ 13 મેચમાં 28 પોઈન્ટ મેળવનાર આર્જેન્ટિનાએ હવે ટોપ-6માં સ્થાન મેળવ્યું છે, જેનાથી તેમને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળ્યો છે.

Advertisement
Tags :
ArgentinaFIFA World Cup 2026QualifiedWorld Champion
Advertisement
Next Article