For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહિલા ક્રિકેટઃ ન્યુઝીલેન્ડે બીજી વનડેમાં ભારતને હરાવ્યું

11:59 AM Oct 28, 2024 IST | revoi editor
મહિલા ક્રિકેટઃ ન્યુઝીલેન્ડે બીજી વનડેમાં ભારતને હરાવ્યું
Advertisement

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે બીજી વનડેમાં ભારતને ખરાબ રીતે પરાજય આપી શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 259 રન નોંધાવ્યા હતા, જ્યારે લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 47.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Advertisement

કેપ્ટન સોફી ડિવાઈનના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતને 76 રને હરાવ્યું. આ જીત સાથે ન્યુઝીલેન્ડે યજમાન ટીમ સાથેની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 29 ઓક્ટોબરે રમાશે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 259 રન નોંધાવ્યા હતા, જ્યારે લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 47.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

260 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારત તરફથી રાધા યાદવે સૌથી વધુ 48 રનની ઇનિંગ રમી હતી જ્યારે સાયમા ઠાકુરે 29 રનનું યોગદાન આપ્યું હતું. સ્મૃતિ મંધાના ખાતું પણ ખોલાવી શકી નથી. યસ્તિકા ભાટિયાએ 12 રન, સુકાની હરમનપ્રીત કૌરે 24, જેમિમાહ રોડ્રિગ્સ 17, તેજલ 15, અરુંધતિ રેડ્ડીએ 2 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી લિયા તાહુહુ અને સોફી ડેવિને 3-3 વિકેટ જ્યારે એડન કાર્સન અને જેસ કેરે 2-2 વિકેટ લીધી હતી.

Advertisement

પહેલા બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડની ઓપનર સુઝી બેટ્સ (70 બોલમાં 58 રન) અને જ્યોર્જિયા પ્લિમરે (50 બોલમાં 41 રન) 16 ઓવરમાં 87 રનની ભાગીદારી કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ પછી ભારતે ત્રણ વિકેટ લઈને મેચમાં વાપસી કરી હતી, પરંતુ ફરી એકવાર કિવી ટીમ તરફથી સોફી ડિવાઈન (79 રન, 86 બોલ) અને મેડી ગ્રીન (42 રન, 41 બોલ)એ 5મી વિકેટ માટે 83 બોલમાં 82 રનની ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી ઉગારી હતી. બે મહત્વપૂર્ણ ભાગીદારીના કારણે ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 259 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી રાધા યાદવે 4 જ્યારે દીપ્તિ શર્માએ 2 વિકેટ ઝડપી હતી. સાયમા ઠાકુર અને પ્રિયા મિશ્રાએ 1-1 ખેલાડીને આઉટ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement