For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહિલા કર્મીઓએ નોકરીમાં જોડાણ પહેલા માતૃત્વ ધારણ કર્યુ હશે તો પણ મેટરનીટી રજા મળશે

06:23 PM May 02, 2025 IST | revoi editor
મહિલા કર્મીઓએ નોકરીમાં જોડાણ પહેલા માતૃત્વ ધારણ કર્યુ હશે તો પણ મેટરનીટી રજા મળશે
Advertisement
  • ગુજરાત સરકારે લીધો મહત્વાનો નિર્ણય
  • ઘણી મહિલાઓએ નોકરીની ભરતી દરમિયાન માતૃત્વ ધારણ કર્યું હોય તો મેટરનીટી લીવ મળતી ન હતી
  • મહિલાઓને પણ નોકરીમાં જોડાયા પછી 180 દિવસની સંપૂર્ણ માતૃત્વ રજા મળશે

ગાંધીનગર:  ગુજરાત સરકારે મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના વિવિધ વિભાગોમાં મહિલા કર્મચારીઓની ભરતી થાય છે. નવી નિમણુંક થાય ત્યારે જો મહિલા કર્મચારી પ્રેગનન્ટ હોય, અને બાળકને જન્મ આપ્યો હોય તો તેણીને મેટરનીટી લીવ આપવામાં વિસંગતતા હતી. તે સરકારે દુર કરીને હવેથી તમામ મહિલા કર્મચારીઓને નિયમ મુજબ મેટરનીટી લીવ મળશે. આ અંગેનો ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાત સરકારે સરકારી મહિલા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે નોકરીમાં જોડાણ પહેલા માતૃત્વ ધારણ કરનારી મહિલાને પણ મેટરનેટી રજા (માતૃત્વ રજા) આપવામાં આવશે. અત્યાર સુધી આવા કેસોમાં સ્પષ્ટતા ન હોવાથી અનેક મહિલા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ નવો ઠરાવ તેમને મોટી રાહત આપશે.

ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો મુજબ, હાલ સુધીમાં માત્ર તે જ મહિલા કર્મચારીઓને 180 દિવસની માતૃત્વ રજા મળતી હતી, જેમણે નોકરીમાં જોડાયા બાદ બાળકને જન્મ આપ્યો હોય. પરંતુ ઘણા વર્તમાન કેસો એવા હતાં જેમાં મહિલા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા દરમિયાન માતૃત્વ ધારણ કર્યું હોય અને નોકરીમાં જોડાણ સમયે માતા બની હોય, એવા સમયમાં તેઓ મેટરનિટી લીવ માટે પાત્ર ગણવામાં આવતી નહતી,  રાજ્ય સરકારે મહિલાઓની આ મૂંઝવણને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય કર્યો છે. હવે એ મહિલાઓને પણ નોકરીમાં જોડાય પછી 180 દિવસની સંપૂર્ણ માતૃત્વ રજા મળશે, જેમણે નોકરીમાં જોડાણ પહેલા બાળકને જન્મ આપ્યો હોય.આ નિર્ણય કાયમી તથા હંગામી – બંને પ્રકારની મહિલા કર્મચારીઓને લાગુ પડશે અને તેનો અમલ તારીખ 22-09-2022થી થવા પાત્ર રહેશે. એટલે કે, જે કેસો આ તારીખ બાદના છે, તેમને આ નિર્ણયનો લાભ મળશે. બાકીની તમામ શરતો, માર્ગદર્શિકા અને સૂચનાઓ યથાવત રહેશે. આ નિર્ણય શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, મહેસૂલ, સહિત તમામ વિભાગોમાં નોકરી કરતી હજારો મહિલા કર્મચારીઓને લાભ થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement