For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં મહિલા સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી 10 લાખની ઠગાઈ

04:06 PM Dec 01, 2025 IST | Vinayak Barot
ગાંધીનગરમાં મહિલા સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી 10 લાખની ઠગાઈ
Advertisement
  • ફેસબુક પર આવેલી શેર બજારમાં રોકાણની જાહેરાતથી મહિલા આકર્ષાઈ
  • વોટ્સએપ ગૃપમાં મહિલાને એડ કરીને 10 લાખ પડાવી લીધા
  • સાયબર ક્રાઈમે ત્વરિત કાર્યવાહી કરીને 5.18 લાખ રિકવર કર્યા

ગાંધીનગરઃ શેર બજારમાં રોકાણથી ઊંચા વળતરની લાલચમાં અનેક લોકો ફસાતા હોય છે. ત્યારે વધુ એક મહિલા છેતરપિંડીનો ભોગ બની છે. શહેરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને ફેસબુક પર આવેલી શેરબજારમાં રોકાણની જાહેરાત ભારે પડી છે. કોટક સિક્યોરિટીઝના નામે શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ મારફતે અજાણ્યા ઠગોએ મહિલા પાસેથી તબક્કાવાર કુલ 10 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે અત્યાર સુધીમાં 5.18 લાખ જેટલી રકમ રિકવર કરી છે, જ્યારે બાકીના રૂ.4.82 લાખ પરત મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના કુડાસણમાં પોતાની દીકરી સાથે રહેતા અને પી.જી.ના સંચાલક મહિલાએ આશરે સવા વર્ષ પહેલા ફેસબુક પર શેરમાર્કેટમાં રોકાણ કરવા માટેની કોટક સિક્યોરિટીઝના નામની જાહેરાત જોઈ હતી. બાદમાં મહિલાએ રોકાણ કરવામાં રસ હોવાથી જાહેરાત નીચેની વ્હોટ્સએપ ગ્રુપ જોઈન કરવાની લિંક પર ક્લિક કર્યું હતું. આ ગ્રુપનું નામ IGP777/KOTAK-Stok market analysis, sharing and guidance હતું. આ ગ્રુપમાં થતી એક્ટિવિટીનું બે મહિના સુધી નિરીક્ષણ કર્યા બાદ 7 નવેમ્બર, 2024ના રોજ તેમને એક મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર ઈસમે મહિલાને શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી એક લિંક મોકલી હતી. જે લિંક પર ક્લિક કરતા જ kotak neo નામના સિમ્બોલવાળી એપ્લિકેશન ઓપન થઈ હતી. જેમાં મહિલાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ 12 નવેમ્બર, 2024ના રોજ મહિલાએ સૌપ્રથમ 30 હજાર રોક્યા હતા. આમ શેર બજારમાં રોકાણનો સિલસિલો શરૂ થયો હતો. બાદમાં તેમને ભારતી લેંગવાલ નામની વ્યક્તિના વ્હોટ્સએપ કોલ આવતા તેમણે 60 હજારનું વધુ રોકાણ કર્યું હતું. 12 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અલગ-અલગ બેંક ખાતાઓમાં મહિલાએ તબક્કાવાર કુલ 10 લાખ જમા કરાવી દીધા હતા. જોકે, મોટી રકમ મળતા જ સાયબર ઠગોએ મહિલાને વ્હોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરી દીધા હતા. બાદમાં મહિલાએ પૈસા વિડ્રો કરવાની પ્રોસેસ કરતા જણાવાયું હતું કે, રૂ.5,48,331 કમિશન પેટે જમા કરાવો પછી જ રકમ વિડ્રો થઈ શકાશે. આ જાણીને મહિલાએ પોતાની સાથે ઠગાઈ થયાનું માલૂમ પડ્યું હતું. આ મામલે તેમની દીકરીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરી હતી.

આ મામલાની ગંભીરતા જોઈને સાયબર પોલીસે જે.જે. એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા એની વિગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. જેના પગલે રૂ.2,49,712. હોલ્ડ થઈ ગયા હતા અને વધુ તપાસ દરમ્યાન વધુ ત્રણ લાખ પરત મળતા કુલ રૂ.5.18 લાખ મહિલાને પરત મળી ગયા હતા. જોકે, બાકીના 4.82 લાખ પરત નહીં મળતા મહિલાએ સાયબર ફ્રોડ મામલે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement