For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટ રેલવે સ્ટેશન ઉપરથી મહિલા અને સગીર ડ્રગ્સ સાથે ઝડપાયાં

05:39 PM Mar 22, 2025 IST | revoi editor
રાજકોટ રેલવે સ્ટેશન ઉપરથી મહિલા અને સગીર ડ્રગ્સ સાથે ઝડપાયાં
Advertisement

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટના રેલવે સ્ટેશન ઉપરથી પોલીસે એક મહિલા અને સગીરને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ડ્રગ્સનો આ જથ્થો મહિલા મુંબઈથી લઈને આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

Advertisement

રાજકોટ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ રેલવે પોલીસની એસઓજીએ રૂ. 18,89 લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે જામનગરમાં ગોલ્ડન સિટીની બાજુમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી યાસ્મીન અનવરભાઈ સેતા (ઉ.વ. 40) અને એક સગીરને ઝડપી લીધા હતાં. ઝડપાયેલી યાસ્મીન મુંબઇથી ટ્રેનમાં આ ડ્રગ્સ લઇ આવી રહી હતી. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 1 પર મુંબઇથી આવેલી દુંરતો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી યાસ્મીનને અટકાવી તપાસ કરતાં તેની પાસે રહેલા ધાબળામાંથી 198.9ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી યાસ્મીન અને તેની સાથે રહેલા સગીરની અટકાયત કરી હતી. બંને સામે રેલવે પોલીસમાં NDPS હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

SOGની  પૂછપરછમાં સામે આવ્યું હતું કે જામનગરમાં રહેતા અઝરૂએ તેને મુંબઇથી ડ્રગ્સનું પાર્સલ લઇ આવવાનું કહ્યું હતું. બદલામાં રૂ. 10,000 આપવાનું નક્કી કર્યું હતું. પોલીસને શંકા ન જાય તે માટે સગીરને સાથે લઇ મુંબઇ પહોંચી હતી. મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે અઝરૂના કહેવા મુજબ કોલ કરતાં નિઝામ નામનો શખ્સ આવ્યો હતો અને તેને ડ્રગ્સનું પાર્સલ આપી ગયો હતો. જે લઇ દુંરતો એક્સપ્રેસ રાજકોટ આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement