હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં રિક્ષામાં ડિલિવરી કરવા નિકળેલી મહિલા અને તેનો સાથીદાર પકડાયા

05:30 PM Jun 09, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચે શહેરના રામોલ વિનયપાર્ક ત્રણ રસ્તા પાસેથી એક રિક્ષામાં પસાર થઈ રહેલી સિરિનબાનુને ઝડપીને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો, ડ્રગ્સની ડિલિવરી કરતી મહિલા બાઉન્સર અને તેનો સાગરિત મુંબઈના ડિલર પાસેથી એમડી ડ્રગ્સ લાવીને છૂટકમાં ગ્રાહકોને ડિલિવિરી કરતા હતા.પોલીસે બાઉન્સર મહિલા અને રિક્ષા ચાલકની 34 ગ્રામ 180 મીલી ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, બાઉન્સર મહિલા અને રિક્ષાચાલક છૂટકમાં ગ્રાહકોને ડ્રગ્સ વેચવા નીકળ્યા હોવાની બાતમીના આધારે  શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે  બન્નેને રામોલમાંથી જ ઝડપી લીધા હતા. જ્યારે રિક્ષા ચાલક એમડી ડ્રગ્સનો બંધાણી હોવાથી તે નશો કરવા રામોલના એક ડિલર પાસેથી ડ્રગ્સ લાવતો હતો. રામોલ જનતાનગર પાછળ મદનીનગરમાં રહેતી સીરીનબાનુ મહોંમદ શરીફ મોહંમદ સફી શેખ( ઉ,વ.28) બાઉન્સર તરીકે કામ કરે છે અને આ સાથે તે છૂટકમાં એમડી ડ્રગ્સનો ધંધો કરે છે. તેવી બાતમી ક્રાઈમ બ્રાંચના પીઆઈ દિપક ઢોલાને મળી હતી. જેથી તેમણે ટીમ સાથે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રામોલ વિનયપાર્ક ત્રણ રસ્તા પાસેથી એક રિક્ષામાં પસાર થઈ રહેલી સિરિનબાનુને પોલીસે ઝડપી લીધી હતી.

પોલીસે મહિલાની ઝડતી લેતા તેની પાસેથી 34 ગ્રામ 180 મીલી ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતુ. પૂછપરછ કરતા તે રિક્ષા ચાલક રમીઝ મોહંમદ નસીર મોહંમદ ઉસમાનમીયા બેલીમ( ઉ.વ.30, રહે-મદનીનગર, રામોલ) ને લઈને છુટકમાં એમડી ડ્રગ્સ વેચવા નીકળી હતી. જ્યારે સીરીનબાનુ મુંબઈ બોરીવલીના ડીલર પાસેથી એમડી ડ્રગ્સ વેચવા લાવતી હતી. જ્યારે રમીઝ એમડી ડ્રગ્સનો બંધાણી હોવાથી તે નશો કરવા માટે ડ્રગ્સ રામોલ મદનીનગરના તનવીર પાસેથી લાવતો હતો. સીરીનબાનુ જુદી જુદી ઈવેન્ટમાં બાઉન્સર તરીકે નોકરી કરતી હતી. જ્યારે ફ્રી ટાઈમમાં તે છૂટકમાં એમડી ડ્રગ્સ વેચતી હતી. બંને પાસેથી ડ્રગ્સ, રિક્ષા અને ફોન સહિત કુલ રૂ.4.31 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. (Fire photo)

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News Gujaratidrugs deliveryGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newswoman and her accomplice arrested
Advertisement
Next Article