For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

05:22 PM Jun 09, 2025 IST | revoi editor
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
Advertisement
  • શાળાઓ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠી,
  • નાના ભૂલકાઓનું કુમ કુમ તિલકથી સ્વાગત કરાયું,
  • કેટલીક શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની હાજરી ઓછી જોવા મળી

અમદાવાદઃ ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. શાળાઓ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠી હતી. શાળાઓમાં નાના ભૂલકાનું કુમ કુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું. ઉનાળાના લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે શાળાઓમાં પહોંચ્યા હતા અને લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળ્યા હતા. સ્કૂલોમાં બેલ વાગતા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ શરૂ કરાયો હતો.

Advertisement

રાજ્યભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 1થી 12 ના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે. ઘણીબધી પ્રાથામિક શાળાઓમાં બાળકોને તિલક કરી શાળાઓમાં આવકાર્યા હતા. પ્રથમ દિવસે બાળકોના ખિલખિલાટથી શાળાઓ ગુંજી ઊઠી હતી.

Advertisement

ગુજરાતભરની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. સવાર પાળીમાં મોટા ભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે. જ્યારે બપોરે પ્રાથમિક માધ્યમની સ્કૂલો ચાલશે. આજે પહેલા દિવસે બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી.

આજથી નવા શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ થતાં જ વિવિધ સ્ટેશનરોની દુકાનનો ખાતે ભારે ભીડ જોવા મળી હતી, બાળકો માટે સ્કૂલબેગ, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, નોટો, ચોપડીઓ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીના ખરીદી માટે સ્ટેશનરીની દુકાનોમાં ભીડ જોવા મળી હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે શૈક્ષણિક સામગ્રીમાં 15-20 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement