For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહારમાં મતગણતરી: સોશિયલ મીડિયા ઉપર મીમ્સનું ઘોડાપૂર આવ્યું, નહેરુ વિશે કેવું મીન બન્યું?

02:28 PM Nov 14, 2025 IST | revoi editor
બિહારમાં મતગણતરી  સોશિયલ મીડિયા ઉપર મીમ્સનું ઘોડાપૂર આવ્યું  નહેરુ વિશે કેવું મીન બન્યું
Advertisement
  • જવાહરલાલ નહેરુનો આજે જન્મદિવસ છે અને બિહારમાં કોંગ્રેસનો ઐતિહાસિક રકાસ થયો છે

નવી દિલ્હી, 14 નવેમ્બર, 2025: flood of memes on social media બિહાર ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યાં છે અને મોટાભાગના ઓપિનિયન પોલ તેમજ એક્ઝિટ પોલમાં એનડીએની જીતની આગાહી કરવામાં આવી હતી. પરિણામ પણ એ જ દિશામાં જઈ રહ્યાં છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર વિપક્ષોની મજાક ઉડાવતાં મીમ્સનું ઘોડાપૂર આવ્યું છે.

Advertisement

સૌથી મજેદાર મીમ કોંગ્રેસ સંદર્ભે છે. સાગર નામના એક યુઝરે સોશિયલ મીડિયા સાઈટ X ઉપર આ મીમ શૅર કરીને લખ્યું છે કે, નહેરુજી તેમના જન્મદિવસે કોંગ્રેસનું પરફોર્મન્સ જોઈ રહ્યા છે.

Advertisement

બિહાર ચૂંટણીમાં અમુક વર્ગ માટે મોટી આશા જગાવનાર પ્રશાંત કિશોરને ઘોર નિરાશા સાંપડી છે. તેમનો જન સુરાજ્ય પક્ષ એકપણ બેઠક ઉપર આગળ જોવા મળતો નથી. સાગર નામના યુઝરે પ્રશાંત કિશોરનાં મીમ પણ શેર કર્યા છે.

તેજસ્વી યાદવનું મીમ શેર કરતાં લખવામાં આવ્યું છે કે, ઔર જબ હમારી બારી આયી સીએમ બનને કી, તો એક્ઝિટ પોલ ભી સહી નિકલ ગયા.

દેશી ભૈયો નામના એક યુધરે સ્વિમિંગ પુલનું મીમ શેર કર્યું છે જેમાં બે બાળકો સાથે મહિલાને દર્શાવવામાં આવી છે જેમાં એ મહિલાને બિહારની જનતા તરીકે દર્શાવવામાં આવી છે જે એક બાળકને ઉંચકે છે જેને એનડીએ નામ આપ્યું છે. બાજુમાં બીજું બાળક ડૂબી રહ્યું હોય એવું દર્શાવાયું છે જેને આરજેડી નામ આપવામાં આવ્યું છે.

2024ની ચૂંટણીમાં 99 બેઠક જીતનાર કોંગ્રેસની જીતને સેલિબ્રેટ કરવાના પક્ષના નેતા સુપ્રિયા શ્રીનેતેનું મીમ પણ આજે ફરી વાયરલ કરવામાં આવી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement