For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, તાપીના ડોલવણમાં 6 ઈંચ પાણી પડ્યું

01:19 PM Jul 07, 2025 IST | revoi editor
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ  તાપીના ડોલવણમાં 6 ઈંચ પાણી પડ્યું
Advertisement

ગાંધીનગરઃ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં 5-5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

Advertisement

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલી અને પલસાણા, કચ્છના નખત્રાણા અને ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વ્યારા, વાંસદા, બાલાસિનોર, વઘઇ અને મેઘરજમાં ૩-૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 48 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 130 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

આજે, તા. 7 જુલાઇના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46.21 ટકા જેટલો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50.82 ટકા, કચ્છ વિસ્તારમાં 50.35 ટકા, સૌરાષ્ટ્રમાં45.41 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

Advertisement

SEOCના અહેવાલ મુજબ સવારે 8 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ 48.15 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 54.50 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 31 ડેમ હાઇ એલર્ટ, 19 ડેમ એલર્ટ અને 18 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. 1 જૂન થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 4205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 684 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા 13 NDRFની ટીમ તેમજ 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ 2 NDRFની તેમજ 13 SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 7 થી 10, જુલાઇ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement