For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઈસ્લામ નહીં માનનાર મુસ્લિમ પરિવાર પર સામાન્ય સિવિલ કાનૂન લાગુ પડે છે?, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ

02:58 PM Jan 28, 2025 IST | revoi editor
ઈસ્લામ નહીં માનનાર મુસ્લિમ પરિવાર પર સામાન્ય સિવિલ કાનૂન લાગુ પડે છે   સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ
Advertisement

નવી દિલ્હીઃ મુસ્લિમ પરિવારમાં જન્મ છતા નાસ્તિક વ્યક્તિ પર શું શરિયતની જગ્યાએ સામાન્ય સિવિલ કાનૂન લાગુ થઈ શકે છે ? સુપ્રીમ કોર્ટે આ મહત્વના સવાલ ઉપર કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા નિર્દેશ કર્યો છે. તેમજ અરજીની વધુ સુનાવણી મે મહિનામાં હાથ ધરવામાં આવશે. અરજી કરનાર કેરલમાં રહેનારની સાફિયા પીએમ નામની યુવતીએ દાખલ કરી છે. તેમણે અરજીમાં રજુઆત કરી છે કે, તેમનો પરિવાર નાસ્તિક છે પરંતુ શરીયત અનુસાર પિતા ઈચ્છા તો પણ પોતાની સંપતિના ત્રીજા ભાગની સંપતિ દીકરીને આપી શકતા નથી. જેથી ભવિષ્યમાં પિતાના ભાઈના પરિવારજનોનો કબ્જો આ સંપતિ હશે.

Advertisement

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે આ સવાલને મહત્વનો ગણાવીને અટોર્ની જનરલને કહ્યું હતું કે, તેઓ આ મામલે મદદ માટે કોઈ વકીલની પસંદગી કરી શકે છે. જે બાદ 24મી ઓક્ટોબર 2024ના રોજ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આ મામલે જવાબ દાખલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે વિચારણા ચાલી રહી છે પરંતુ હાલ એવુ પણ કહેવામાં આવે છે કે, આ ક્યાં સુધી આવશે. તેમજ આવશે કે નહીં.

અરજી કરનાર સાફિયા અને તેના પિતા નાસ્તિક છે, પરંતુ જન્મથી મુસ્લિમ હોવાથી તેમને શરીયત કાનૂન લાગુ પડે છે. અરજદારનો ભાઈ ડાઉન સિંડ્રોમ નામની બીમારીથી પીડાય છે. તેમજ સોફિયા તેની સંભાળ રાખે છે. શરીયત કાનૂન દીકરા કરતા દીકરીને અડધી જ સંપતિ આપે છે. આમ પિતાની સંપતિનો એકતૃતિંયાસ સંપતિ આપી શકે છે બાકી બેતૃતીંયાસ તેમના દીકરાને મળશે. જો ભવિષ્યમાં સોફિયાના ભાઈ અને પિતાનું અવસાન થાય તો આ સંપતિ પિતાના ભાઈના પરિવારને મળશે.

Advertisement

અરજદારે જણાવ્યું હતું કે, બંધારણનું અનુચ્છેદ 25 લોકોને પોતાનો ધર્મનું પાલન કરવાનો મૌલિક અધિકાર આપે છે આ અનુચ્છેદ એવો પણ અધિકાર આપે છે કે, કોઈ ઈચ્છે તો નાસ્તિક રહી શકે છે. તેમજ છતા વિશેષ ધર્મમાં માનનાર પરિવારમાં જન્મ લેવા છતા તેના ધર્મના પર્સનલ લો ને માનવા માટે ફરજ ના પાડી શકાય. વકીલે એણ પણ કહ્યું કે, અરજદાર અને તેના પિતા  લેખિતમાં કહે કે તેઓ મુસ્લિમ નથી, તેમ છતા શરિયત અનુસાર તેમની સંપતિ પર તેમના પરિવારજનોનો દાવો બની જાય છે.

શરીયત એક્ટની ધારા 3માં જોગવાઈ છે કે, મુસ્લિમ વ્યક્તિઓને જાહેર કરે છે કે તેઓ શરિયત અનુસાર ઉત્તરાધિકારના નિયમોનું પાલન કરશે. પરંતુ જે એવુ નહીં કરે તેને ભારતીય ઉત્તરાધિકાર કાનૂનનો લાભ નહીં મળે, કેમ કે ઉત્તરાધિકાર કાનૂનની કલમ 58માં આ યોગવાઈ છે કે, આ મુસ્લિમો પર લાગુ થઈ શકતો નથી.

Advertisement
Tags :
Advertisement