For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિશ્વમાં સૌથી વધુ સેના કયા દેશ પાસે છે, ભારત કયા નંબર પર આવે છે?

10:00 AM Nov 26, 2024 IST | revoi editor
વિશ્વમાં સૌથી વધુ સેના કયા દેશ પાસે છે  ભારત કયા નંબર પર આવે છે
Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેમજ મીડલઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એવો સવાલ થાય છે કે ક્યાં દેશ પાસે સૌથી મોટી સેના છે, તેમજ આ યાદીમાં ભારત ક્યાં નંબર ઉપર આવે છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) તરીકે ઓળખાય છે. તેમજ, ગ્લોબલ ફાયરપાવરની સૈન્ય રેન્કિંગ અનુસાર, ચીન વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ત્રીજા સ્થાને છે.

Advertisement

આ યાદીમાં ભારત બીજા સ્થાને છે. ભારત પાસે વિશ્વની બીજી સૌથી મોટી સેના છે. ભારતીય સેનામાં જવાનોની સંખ્યા 14.56 લાખ છે. અમેરિકા વિશ્વની ત્રીજી સૌથી મોટી સેના ધરાવે છે. અમેરિકન આર્મીમાં સૈનિકોની સંખ્યા 13.28 લાખ છે. રશિયા પાસે વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. રશિયન આર્મીમાં સૈનિકોની સંખ્યા 13.29 લાખ છે. ઉત્તર કોરિયા પાસે વિશ્વની પાંચમી સૌથી મોટી સેના છે. ઉત્તર કોરિયાની સેનામાં સૈનિકોની સંખ્યા 13.20 લાખ છે. આ પછી યુક્રેન આવે છે. યુક્રેન પાસે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી સેના છે. યુક્રેનની સેનામાં સૈનિકોની સંખ્યા 9 લાખ છે. પાકિસ્તાન પાસે વિશ્વની સાતમી સૌથી મોટી સેના છે. પાકિસ્તાની સેનામાં સૈનિકોની સંખ્યા 6.54 લાખ છે.

આ સિવાય અન્ય દેશોની વાત કરીએ તો ઈરાન પાસે દુનિયાની આઠમી સૌથી મોટી સેના છે. ઈરાની સેનામાં સૈનિકોની સંખ્યા 6.10 લાખ છે. દક્ષિણ કોરિયા પાસે વિશ્વની નવમી સૌથી મોટી સેના છે. દક્ષિણ કોરિયાની સેનામાં સૈનિકોની સંખ્યા 6 લાખ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement