ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જવા પર BCCIનું શું વલણ છે? જાણો શું કહ્યું BCCIના અધિકારીએ
• વર્ષ 2025માં પાકિસ્તાનમાં યોજાશે ચેમ્પિયન ટ્રોફી
• ચેમ્પિયન ટ્રોફીને લઈને પીસીબી દ્વારા તડમાર તૈયારીઓ
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી (ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025) ની સામે માત્ર પ્રશ્ન ચિહ્નો જ દેખાય છે. ટૂર્નામેન્ટની તારીખ ભલે નક્કી થઈ ગઈ હોય, પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સુધી નિશ્ચિત નથી. BCCIના સેક્રેટરીની જવાબદારી નિભાવી ચૂકેલા જય શાહ ICCના અધ્યક્ષ બન્યા છે. આવામાં તેમના માટે ચેમ્પિયન્સ ટ્રોફીનો મામલો ઉકેલવો ઘણો મુશ્કેલ બની શકે છે.
જય શાહ 1 ડિસેમ્બરથી ICCના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. જય શાહ આઈસીસી ચેરમેન બન્યા પછી ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે હજી નક્કી થયું નથી. દરમિયાન BCCI અધિકારીએ ખુલાસો કર્યો કે તે તેમના હાથમાં નથી. આ મામલે સરકાર નિર્ણય લેશે. અધિકારીએ એમ પણ કહ્યું છે કે, જય શાહ માટે આ મુશ્કેલ કામ હશે.
BCCI અધિકારીએ 'InsideSports' સાથે વાત કરતા કહ્યું, "ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને કોઈ ચર્ચા થઈ નથી. અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. અમે સરકાર જે કહેશે તે જ કરીશું. હું સમજી શકું છું કે જય શાહ માટે આ મુશ્કેલ કામ હશે." કારણ કે તે આઈસીસીના ચીફ હશે પણ તે ચિંતાને સમજે છે.
અધિકારીએ આગળ કહ્યું કે, ”આઈસીસી માટે ભારત વગર ટૂર્નામેન્ટ કરવી મુશ્કેલ હશે. અમે ઈચ્છીએ છીએ કે ઈવેન્ટ ચાલું રહે. આ ક્રિકેટ માટે સારું છે, પણ સ્ટેન્ડ સ્પષ્ટ છે. અમે આઈસીસીને પહેલાથી જ ભારતની મેચો તટસ્થ સ્થળોએ યોજવા કહ્યું છે.