For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો, તાપમાનમાં ઘટાડો, બફારો વધ્યો

12:03 PM Apr 13, 2025 IST | revoi editor
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો  તાપમાનમાં ઘટાડો  બફારો વધ્યો
Advertisement
  • દક્ષિણ ગુજરાતમાં વાદળછાંયુ વાતાવરણ
  • કેરીના ઉત્પાદક ખેડુતો ચિંતિત બન્યા
  • ઘૂળની ડમરીઓ સાથે છાંટા પડવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમી બાદ બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના લીધે શનિવારે તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો, દક્ષિણ ગુજરાતમાં આકાશ વાદળછાંયુ બન્યુ હતું અને તેજ ગતિથી પવન ફુંકાતા કેરી પકવતા ખેડુતો ચિંતિત બન્યા હતા. હવામાન વિભાગે 12 જિલ્લામાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. શનિવારે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Advertisement

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 18 એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં કોઈ ખાસ ફેરફારની શક્યતા નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમકે અમરેલી, ભાવનગર, બોટાદ, તેમજ અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

ગુજરાત-દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં વાવાઝોડું આવ્યું અને વરસાદ પડ્યો, જેના કારણે ગરમીમાંથી રાહત મળી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે મોટા અપડેટ જાહેર કર્યા છે, જે મુજબ અમુક જગ્યાએ વરસાદ, અમુક જગ્યાએ તોફાન અને અમુક જગ્યાએ હીટ વેવ રહેશે.

Advertisement

સુરત જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. સવારથી જ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે  બારડોલી, કામરેજ, ઓલપાડ, મહુવા, માંડવી અને ઉમરપાડા સહિતના તાલુકાઓમાં આકાશમાં વાદળોનું આવરણ છવાયેલું છે. થોડીવાર તડકો અને થોડીવાર છાંયડો એવી સ્થિતિ સર્જાઈ છે. પવનની ગતિમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોને બફારાથી કેટલીક રાહત મળી છે.  આગામી 2થી 3 દિવસ ગરમીથી રાહત મળવાની આગાહી છે. ત્યારબાદ ફરીથી પારો 40 ડિગ્રીની ઉપર પહોંચશે. આ દરમિયાન ઝડપી પવનો પણ ફૂંકાઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement