પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આપણે હવે ખાસ નજર રાખવી પડશેઃ CDS અનિલ ચૌહાણ
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદુર બાદ સશસ્ત્ર દળોએ કેટલાક સબક શિખ્યા છે. હવે તેમને નિયોજીત થિએટરાઈજેશન મોડલમાં સામેલ કરવાની જરૂર છે. તેમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું. સીડીએસ અનિલ ચૌહાણએ ઈન્ડિયા ડિફેન્સ કોન્કલ્વે 2025માં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આપણે હવે ખાસ નજર રાખવી પડશે.
તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં ન્યૂ નોર્મલ નીતિનો અર્થ 24 કલાક સારી તૈયારીઓ તેવુ મને લાગે છે. આપણે આપણી વાયુ સેના, માનવરહિત હવાઈ પ્રણાલીનો સામનો કરવા અને ઈલેક્ટ્રોનિક યુદ્ધમાં સારી તૈયારીઓ કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ઓપરેશન સિંદૂર પછી એવુ લાગે છે કે પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આઈએસઆર હોવુ જોઈએ. આ આઈએસઆરને આપણે ડેવલપ કરવુ પડશે. આશા છે કે, જ્યારે આપણે બદલાઈશું ત્યારે વિરોધી પણ બદલાશે અને આ નવી સામાન્ય સ્થિતિનો સ્વિકાર કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેકનિકલ રીલે વિરોધીથી આગળ રહેવુ પડશે. છેલ્લી વાર આપણે સ્થિર લક્ષ્યાંકોને નિશાન બનાવ્યાં હતા પરંતુ ભવિષ્યમાં ગતિશીલ લક્ષ્યાંકો ઉપર હુમલો કરવા માટે પણ વિચારવુ પડશે. આપણી પાડે ઉરી, બાલાકોડ, ઓપરેશન સિંદૂર, ગલવાન, ડોકલામ અને કોવિડ જેવા અનુભવો છે. જેનો ઉપયોગ કરીને આપણે સંગઠનાત્મક યાયો બનાવવો પડશે જે તમામ પરિસ્થિતિમાં ઉપલબ્ધ રહે. હાલના સમયમાં આર્મી, નેવી અને એરફોર્સની અલગ-અલગ કમાન છે. એવો એક પણ દિવસ નથી હોતો કે અમે ચારેય (ત્રણેય સેનાના પ્રમુખ અને સીડીએસ) દિલ્હીમાં હોઈએ, આજ સૌથી મોટો પડકાર છે.