For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશુંઃ અમિત શાહ

11:53 AM Feb 10, 2025 IST | revoi editor
31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશુંઃ અમિત શાહ
Advertisement

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રીએ 'X' પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, 31 નક્સલીઓને મારવા ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે આપણે માનવતા વિરોધી નક્સલવાદનો અંત લાવવામાં આપણા બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશે. શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી.

Advertisement

ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ફરી એક વાર સંકલ્પ વ્યક્ત કર્યો કે 31 માર્ચ 2025 પહેલા આપણે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું, જેથી દેશના કોઈપણ નાગરિકને તેના કારણે પોતાનો જીવ ગુમાવવો ન પડે.

Advertisement
Tags :
Advertisement