પાકિસ્તાનની હિંસાત્મક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએઃ CDS
નવી દિલ્હીઃ પહેલગામ હુમલાને પગલે ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. દરમિયાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવનારા કોઈ પણ પ્રકારના હિંસક કૃત્યોનો જવાબ આપવા માટે તૈયાર રહેવુ પડશે. એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સીડીએસ જનરલ અનિલ ચૌહાણએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પૂર્ણ-આયામી પ્રતિરોધ સિદ્ધાંતોનો સામનો કરવાની જરુર છે. તેમજ આતંકવાદીઓ પાકિસ્તાનમાં ક્યાંય પણ છુપાઈ નહીં શકે.
વાર્ષિક ટ્રાઈડેંટ વ્યાખ્યાન શ્રૃંખલાના ઉદઘાટન સત્રમાં તેમણે જણાવ્યું હતું કે, સૈન્યની તૈયારીઓ અત્યત ઉચ્ચ સ્તરની હોવી જોઈએ, 25 કલાક અને વર્ષના 365 દિવસ તૈયાર રહેવાની જરુર છે. યુદ્ધ અને શાંતિ વચ્ચે ખુબ પાતળી રેખા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે અપંરપરાગત અને પરમાણુ ક્ષેત્રોની વચ્ચે પારંપરિક અભિયાનો માટે વધારે સ્નાન બનાવવાની જરૂર છે. ભારતીય સેના પાસે લાંબા અંતર પર સ્થિત સ્થિર અને ગતિશીલ બંને લક્ષ્યોને ભેદવાની ક્ષમતા હોવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવનારી કોઈ પણ હિંસાત્મક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.