For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમે 31 માર્ચ 2026 પહેલા દેશને નક્સલવાદના સંકટમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ: અમિત શાહ

01:49 PM Apr 19, 2025 IST | revoi editor
અમે 31 માર્ચ 2026 પહેલા દેશને નક્સલવાદના સંકટમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ  અમિત શાહ
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નક્સલવાદીઓને અપીલ કરી છે કે, તેઓ વહેલી તકે પોતાના હથિયાર હેઠા મૂકી મોદી સરકારની શરણાગતિની નીતિ અપનાવીને મુખ્ય પ્રવાહમાં જોડાય.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રીએ 'એક્સ' પર પોતાની પોસ્ટમાં કહ્યું કે કોબરા કમાન્ડો અને છત્તીસગઢ પોલીસે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં વિવિધ ઓપરેશનમાં આધુનિક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે 22 કુખ્યાત નક્સલીઓની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે સુકમાની બડેસેટ્ટી પંચાયતમાં પણ 11 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેના કારણે આ પંચાયત સંપૂર્ણપણે નક્સલમુક્ત બની છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, તેઓ છુપાયેલા નક્સલવાદીઓને અપીલ કરે છે કે, તેઓ વહેલી તકે પોતાના હથિયાર હેઠા મૂકીને મોદી સરકારની શરણે નીતિ અપનાવીને મુખ્ય ધારામાં જોડાય. અમે 31 માર્ચ 2026 પહેલા દેશને નક્સલવાદના સંકટથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ. અમિત શાહે જણાવ્યું હતું કે, સુકમામાં અન્ય 22 નક્સલવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું, જેનાથી આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે. નક્સલ મુક્ત ભારત અભિયાનની સફળતા માટે હું સુરક્ષા દળના જવાનોને અને છત્તીસગઢ પોલીસને અભિનંદન આપું છું.

Advertisement

Advertisement
Tags :
Advertisement