હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મુન્દ્રા પોર્ટ પર સુદાનથી આવેલા 100 કરોડની કિંમતના તરબુચના બીજ પકડાયા

05:03 PM Oct 24, 2024 IST | revoi editor
Advertisement

ગાંધીધામઃ મુન્દ્રા બંદરે સુદાનથી આવેલી 200 જેટલા ક્નેટનરોમાં તરબૂચના બીજ મળી આવતા ડીઆઆઈએ તમામ કન્ટેનરો સીઝ કર્યા હતા. આમ તો તરબૂચના બીજ પર 1લી મેથી 30મી જુન સુધી આયાત શુલ્કની માફી હતી. આયાતકારોએ માફી યોજના પૂર્ણ થયા બાદ તરબૂચના બીઝની આયાત કરી હતી. નિયત સમયમર્યાદાથી વિરુદ્ધ ગત બે મહિનમાં આયાતકારોએ તરબુચના બીજ આયાત કર્યા હતા, જે નોટિફિકેશનનું સંપુર્ણ ઉલ્લંઘન હતું.

Advertisement

ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટીલજન્સની ગાંધીધામ શાખા દ્વારા એક મહત્વપુર્ણ ઓપરેશન પાર પાડીને મુંદ્રામાં સુદાનથી આવેલા 200 જેટલા કન્ટેનર ઝડપી પાડ્યા છે, જેમાં અંદાજે 100 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતા તરબુચના બીજ મળી આવ્યા છે. આ સમગ્ર કારસામાં 17 ઈમ્પોર્ટર છે અને અંદાજે 39.65 કરોડની દાણચોરી સ્પષ્ટ થાય છે.

ડીઆરઆઈના ગાંધીધામ પ્રાદેશિક એકમ દ્વારા એકત્ર કરાયેલી ગુપ્ત માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે 17 આયાતકારો ડીજીએફટી દ્વારા જારી કરાયેલ 05.04.2024ના નોટિફિકેશન નંબર 05/2023ની જોગવાઈઓનો લાભ લેવાનો દાવો કરીને મુન્દ્રા પોર્ટ પર સુદાનથી તરબૂચના બીજની આયાત કરી રહ્યા છે. તરબૂચના બીજની આયાત 01મી મે 2024થી 30મી જૂન 2024 સુધી ફ્રી હતી. 30મી જૂન 2024 સુધી જારી કરાયેલા બોર્ડના બિલ પર મોકલેલ માલસામાનને આયાત કરવા માટે મફત ગણવામાં આવશે, આમ તમામ આયાત માલ, જે 30મી જૂન 2024 પછી બોર્ડ પર મોકલવામાં આવ્યા છે, તે “પ્રતિબંધિત” શ્રેણી હેઠળ આવે છે, નિયત સમયમર્યાદાથી વિરુદ્ધ ગત બે મહિનમાં આયાતકારોએ તરબુચના બીજ આયાત કર્યા હતા, જે નોટિફિકેશનનું સંપુર્ણ ઉલ્લંઘન હતું.

Advertisement

ડીઆરઆઈને તપાસમાં જાણવા મળ્યું કે, ડીજીએફટી સૂચનાની અસરને બાયપાસ કરવા માટે, લેડીંગના નકલી બિલ કસ્ટમ્સને સબમિટ કરવામાં આવ્યા હતા. જે 30મી જૂન 2024 પહેલા બોર્ડની તારીખે મોકલવામાં આવ્યા હતા. ટ્રેકિંગના આધારે અને સર્ચ દરમિયાન રિકવર થયેલા લેડીંગના અસલ બિલના આધારે, વાસ્તવિક તારીખ મળી આવી હતી. જે 30મી જૂન, 2024 પછીની સામે આવ્યું હતુ. જપ્ત માલનું કુલ મૂલ્ય આશરે 100 કરોડ (એકસો કરોડ) છે જ્યારે કે ડ્યુટીની સંડોવણી સાથે 39.65 કરોડ થવા જાય છે. તદનુસાર, આયાત માલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavMundra portNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newsWatermelon seeds caught
Advertisement
Next Article