અરવલ્લી જિલ્લાના મુખ્ય બે ડેમમાંથી પાણી છોડાયું, રવિ પાકમાં થશે ફાયદો
અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના માઝુમ અને વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ બે ડેમો જિલ્લાના મુખ્ય ડેમો છે બંને ડેમોમાંથી હાલમાં શિયાળુ પાક મા સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. દર વર્ષે માઝુમ અને વાત્રક ડેમ માથી વિવિધ રાઉન્ડોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું હોય છે. જો વાત કરીએ તો માઝુમ ડેમમાંથી 30 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે વાત્રક ડેમની જમણા કાંઠા ની કેનાલ માથી 60 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
- બંને ડેમમાંથી ત્રીજા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું
માઝુમ ડેમમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના ખેડૂતોને સિંચાઈમાં લાભ મળશે તો વાત્રક ડેમમાંથી પાણી છોડાતા બાયડ અને માલપુર તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. અરવલ્લી જિલ્લાના માઝુમ અને વાત્રક ડેમ માથી પાણી છોડવામાં આવ્યું છે, તો બંને ડેમમાંથી ત્રીજા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે.
- મોડાસા,બાયડ,ધનસુરા અને માલપુર તાલુકાના ખેડૂતોને ફાયદો થશે
અરવલ્લી જિલ્લામા શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં ઘઉં, બટાકા,ચણા, વરિયાળી શાકભાજી સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે આ બંને ડેમોમાંથી પાણી છોડતા જિલ્લાના ખેડૂતોને સિંચાઇમાં લાભ મળશે, અને હજારો ખેડૂતોને હજારો હેક્ટર વિસ્તારમાં ખેતીમાં સિંચાઈમાં આ પાણી ઉપયોગી થશે. જિલ્લામાં ખેડૂતો એ રવિ પાકની મોટા પ્રમાણમાં વાવણી કરી છે. ત્યારે ડેમોમાંથી રવિ પાક માટે પાણી છોડવામાં આવતા મોડાસા,બાયડ,ધનસુરા અને માલપુર તાલુકાના ખેડૂતોને ફાયદો થશે.