હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

06:08 PM May 19, 2025 IST | revoi editor
Advertisement

વડોદરાઃ શહેરના ગોત્રી હરીનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી રોડ-રસ્તાઓ પર નદીની જેમ વહેવા લાગ્યું હતું. સ્થનિક લોકોએ આ અંગે મ્યુનિ.કોર્પોરેશનને જાણ કરી હતી. કલાકો સુધી લાઇન લીકેજ બંધ ન કરાતાં હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. પાણીના વેડફાટની સાથે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા.

Advertisement

વડોદરા શહેરના લોકો એક તરફ પાણી વિના વલખાં મારી રહ્યા છે, તો બીજી બાજુ મ્યુનિ. કોર્પોરેશનની  આડેધડ કામગીરીના કારણે પાણીની લાઇનો લીકેજ થવાથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે ટળટળી રહ્યા છે. લોકોને પીવાનું ચોખ્ખુ અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી.શહેરીજનો કમરતોડ વેરો ભરવા છતાં પાલિકા દ્વારા પૂરતી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી.

શહેરના ગોત્રી હરિનગરબ્રિજ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતાં રોડ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું હતું, આથી સ્થાનિક લોકોએ મ્યુનિ.કોર્પોરેશનને જાણ કરી હતી. પણ કલાકો સુધી કોઈ કામગીરી કરવામાં આવી નહતી.રોડ પર પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ઘણા બાઈક ચાલકો સ્લીપ ખાઈને પડ્યા હતા. મેઈન લાઈન બંધ કરીને પાણી સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. હવે તાત્કાલિક પાણીની લાઈનનું મરામતનું કામ હાથ ધરવામાં આવે તેવી માગ ઊઠી છે.

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharthousands of liters of water wastedvadodaraviral newswater pipeline ruptures
Advertisement
Next Article