For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

06:08 PM May 19, 2025 IST | revoi editor
વડોદરામાં ગોત્રી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ  હજારો લિટર પાણીનો વેડફાટ
Advertisement
  • પાણી રોડ પર નદીની જેમ વહેવા લાગ્યું
  • રોડ પરથી પાસર થતાં વાહનચાલકો થયા પરેશાન
  • સ્થાનિક લોકોની ફરિયાદ બાદ કોઈ પગલાં ન લાવાયા

વડોદરાઃ શહેરના ગોત્રી હરીનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી રોડ-રસ્તાઓ પર નદીની જેમ વહેવા લાગ્યું હતું. સ્થનિક લોકોએ આ અંગે મ્યુનિ.કોર્પોરેશનને જાણ કરી હતી. કલાકો સુધી લાઇન લીકેજ બંધ ન કરાતાં હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. પાણીના વેડફાટની સાથે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા.

Advertisement

વડોદરા શહેરના લોકો એક તરફ પાણી વિના વલખાં મારી રહ્યા છે, તો બીજી બાજુ મ્યુનિ. કોર્પોરેશનની  આડેધડ કામગીરીના કારણે પાણીની લાઇનો લીકેજ થવાથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે ટળટળી રહ્યા છે. લોકોને પીવાનું ચોખ્ખુ અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી.શહેરીજનો કમરતોડ વેરો ભરવા છતાં પાલિકા દ્વારા પૂરતી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી.

શહેરના ગોત્રી હરિનગરબ્રિજ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતાં રોડ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું હતું, આથી સ્થાનિક લોકોએ મ્યુનિ.કોર્પોરેશનને જાણ કરી હતી. પણ કલાકો સુધી કોઈ કામગીરી કરવામાં આવી નહતી.રોડ પર પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ઘણા બાઈક ચાલકો સ્લીપ ખાઈને પડ્યા હતા. મેઈન લાઈન બંધ કરીને પાણી સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. હવે તાત્કાલિક પાણીની લાઈનનું મરામતનું કામ હાથ ધરવામાં આવે તેવી માગ ઊઠી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement