ઉકાઈ ડેમની જળ સપાટી 345.02 ફુટે પહોંચી, તાપી નદીમાં 46.418 ક્યુસેક પાણી છોડાયું
- ઉકાઈ ડેમએ ભયજનક સપાટી વટાવી,
- સુરતમાં તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો,
- નદીકાંઠા વિસ્તારોને સાવચેત કરાયા
સુરતઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે ઉકાઈ ડેમ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. ઉકાઈની ભયજનક સપાટી 345 ફૂટ છે અને આજે બપોરે બે વાગ્યે ડેમ 345.02 ફૂટ પર પહોંચી ગયો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 46418 ક્યુસેક છે તેથી ડેમમાંથી 46418 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાંથી પસાર થતો કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયો છે.
ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. તાપી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે તાપી નદી પરના ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનકને વટાવી જતા ડેમમાંથી 46418 ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરત સહિત નદી કાંઠા વિસ્તારોને સાવચેત કરાયા છે. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે. હાલમાં ઉકાઈ ડેમમાં 46418 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફુટ છે અને બપોરે બે વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી ગઈ છે. જેના કારણે ડેમમાં આવતું 46,418 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બપોરે બે વાગ્યાના આંકડા જોવામા આવે તો કાંકરાપારનું લેવલ 163.50 ફુટ પર પહોંચી ગયું છે. ઉકાઈ ડેમમાંથી 46418 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું છે તેના કારણે સુરતના રાંદેર- સિંગણપોર વચ્ચે બનેલા વિયર કમ કોઝવે પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે. વિયરની ભયજનક સપાટી 6 મીટર છે પરંતુ હાલ વિયર 7.47 મીટર ઉંચેથી વહી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી છોડવામા આવેલા પાણીના કારણે તાપી નદી બન્ને કાંઠે વહેતી થઈ છે જેના કારણે લોકોને કિનારે નહી જવા માટે પાલિકાએ અપીલ કરી છે.