યુદ્ધ હવે ઝડપથી ગેર-ગતિશીલ અને પ્રત્યક્ષ સંપર્ક વિનાના થઈ રહ્યાં છે: સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી
નવી દિલ્હીઃ ગુજરાત અને રાજસ્થાનની પાકિસ્તાન સરહદ ઉપર ત્રણેય ભારતીય સેના યુદ્ધ અભિયાસ કરી રહી છે. દરમિયાન ભારતીય આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદીએ કહ્યું કે, હવે યુદ્ધ ઝડપથી સંપર્ક રહિત થઈ રહ્યાં છે એટલે તેના જવાબમાં સૈન્ય તાકતની સાથે સાથે બોદ્ધિક ક્ષમતા અને નૈતિક તૈયારી પણ જરુરી છે. સરદાર પટેલની 150મી જ્યંતિ નિમિતે નવી દિલ્હીના માનેકશા કેન્દ્રમાં આયોજીક એક કાર્યક્રમમાં જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, યુવાનોની ભૂમિકા થીંક ટેન્ક, પ્રયોગશાળાઓ અને યુદ્ધક્ષેત્ર જેવા અલગ-અલગ ક્ષેત્રોમાં હોવી જોઈએ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ પણ સેનાના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને રક્ષા તજજ્ઞોને સંબોધિત કર્યાં હતા. આ કાર્યક્રમ સેના અને રક્ષા થીંક ટેન્ક સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડી તરફથી ચાણક્ય ડિફેન્સ ડાયલોગઃ યંગ લીડર્સ ફોરમ હેઠળ આયોજીત કરવામાં આવ્યો હતો. મુખ્ય ભાષણમાં સેના પ્રમુખએ યુદ્ધની બદલાતી પ્રકૃતિ અને તેના અનુસાર રણનૈતિક પ્રતિક્રિયાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, યુદ્ધ હવે ઝડપથી ગેર-ગતિશીલ અને પ્રત્યક્ષ સંપર્ક વિનાના થઈ રહ્યાં છે, જેનો સામનો કરવા માટે સૈન્ય તાકાત, બૌદ્ધિક ક્ષમતા અને નૈતિક તૈયારીઓ જરુરી છે. આ કાર્યક્રમમાં કર્નલ સોફિયા કુરેશી પણ ઉપસ્થિત રહ્યાં હતા. કર્નલ સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂરના મીડિયા બ્રિફિંગ્સના મુખ્ય ચહેરા પૈકીના એક હતા. આ પ્રસંગ્રે જાહેરાત કરવામાં આવી હતી કે, 27 અને 28મી નવેમ્બરના રોજ ચાણક્ય ડાયલોર 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય વિષય સુધાર અને ફેરફાર (રિફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ): સશક્ત અને સુરક્ષિત ભારત હશે.