For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટનની પસંદગીને લઈને પીસીબીની પસંદગી સમિતિને ચેતવણી

10:00 AM Oct 10, 2024 IST | revoi editor
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટનની પસંદગીને લઈને પીસીબીની પસંદગી સમિતિને ચેતવણી
Advertisement

બાબર આઝમે તાજેતરમાં જ પાકિસ્તાનની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. બાબર પાકિસ્તાન ટીમનો સફેદ બોલનો કેપ્ટન હતો. ટીમના સતત ખરાબ પ્રદર્શનને જોઈને બાબરે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે બાબર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સફેદ બોલની કેપ્ટનશીપ કોને સોંપશે? દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ પસંદગી સમિતિને ચેતવણી આપી હતી કે, બાબર આઝમની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને ખૂબ સમજી વિચારીને કેપ્ટન બનાવવો જોઈએ. રિપોર્ટ્સ અનુસાર મોહમ્મદ રિઝવાનનું નામ કેપ્ટનશિપ માટે સામે આવી રહ્યું છે. જો કે પાકિસ્તાન બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ મંજૂરી આપવામાં આવી નથી.

Advertisement

ક્રિકેટ પાકિસ્તાનના અહેવાલ અનુસાર, નકવીએ પસંદગી સમિતિને સૂચના આપતાં કહ્યું કે કેપ્ટનની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે. બાબરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાના નિર્ણયની માહિતી આપી હતી. બાબરે પોતાની પોસ્ટમાં ભારપૂર્વક કહ્યું હતું કે, તે બેટિંગ પર વધુ ધ્યાન આપવા માંગતો હોવાથી કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી રહ્યો છે.

• બાબરની કારકિર્દી
બાબર આઝમે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી 54 ટેસ્ટ, 117 વનડે અને 123 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 98 ઇનિંગ્સમાં બાબરે 44.51ની એવરેજથી 3962 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ODIની 114 ઇનિંગ્સમાં 56.72ની એવરેજથી 5729 રન બનાવ્યા છે. T20 ઇન્ટરનેશનલની બાકીની 116 ઇનિંગ્સમાં બાબરે 41.03ની એવરેજ અને 129.08ની સ્ટ્રાઇક રેટથી 4145 રન બનાવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement