અમરેલી, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે વોર્મ નાઈટની અનુભુતી
ગાંધીનગરઃ માર્ચ મહીના આવતા આવતા ગરમીએ રાજ્યમાં માઝા મૂકી દીધી છે. ગરમી એ હદે વધી રહી છે કે લોકો આકુળવ્યાકુળ થઇ રહ્યા છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. દિવસમાં તો ગરમી રહી પણ કેટલાક જીલ્લામાં રાત્રે પણ ખુબ જ ગરમી પડી અને હજુ પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાત્રે નિર્ધારિત મર્યાદા કરતા વધારે ગરમી પડે તેને વોર્મ નાઈટ કહેવામાં આવે છે. અમરેલી, ભાવનગર, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં વોર્મ નાઇટ હાલ અનુભવી રહી છે. મતલબ કે રાત્રે પણ ખુબા જ તાપ પડવો. જેને લઇ સ્થાનિકોની રાત્રીની ઊંઘ પણ હરામ થઇ જતી હોય છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એેન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે. આ બંને સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. અત્યારથી જ કેટલાક શહેરો અને જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યા છે ત્યારે તો હજુ આખી સીઝન કેમ નીકળશે એ પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે. જે શહેરોએ ચાલીસનું તાપમાન વટાવી દીધું છે તેમાં અમદાવાદ સુરેન્દ્રનગર ડીસા ગાંધીનગર વલ્લભવિદ્યાનગર ભુજ વડોદરા નલિયા અમરેલી પોરબંદર રાજકોટ કેશોદ વગેરેનો સમાવેશ થાય છે.
હવે જાણીએ કે શું છે વોર્મ નાઈટ ?
જ્યારે દિવસની સાથે સાથે રાતના તાપમાનમાં વધારો થાય છે તેને વોર્મનાઇટ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં રાતનું તાપમાન 30 ડિગ્રીથી વધુ થઈ જાય છે. રાત હોવા છતાં હવા ઠંડી થતી નથી. જેને કારણે રાત્રે પણ ભારે ગરમીનો અહેસાસ થાય છે.
વિવિધ આગાહીઓ અનુસાર હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે, જેના કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટવેવના રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ગરમીમાં શું કાળજી રાખવી?
- ઉનાળામાં સવારે બહાર જતા પહેલા નાસ્તો અવશ્ય કરવો. ખાલી પેટે બહાર જવાથી તડકાને લીધે ચક્કર આવી શકે છે. હેધી બ્રેકફાસ્ટ લેવો.
- ઉનાળામાં શરીરને પાણીની જરૂર વધારે પડે છે આથી પાણીની મોટલ ઘરેથી લઈને જ જવાનો આગ્રહ રાખો. તરસ ના લાગી હોય તો પણ થોડા થોડા અંતરે પાણી પિતા રહેવું.
- ફૂલ સ્લીવના કપડા પહેરો. આછા રંગના કપડા પહેરવાથી ગરમી ઓછી લાગે છે આથી આછા રંગના કપડાં જ પહેરો. આ ઉપરાંત સ્કીન ફીટ કપડાને બદલે ઢીલા કપડાં વધારે આરામ આપશે. ઉનાળામાં માત્ર કોટન કપડાં જ પહેરો. કોટન કપડા પરસેવો શોષી લેજે અને આપને રાહત આપશે.
- તડકાથી ત્વચાને રક્ષણ મળે તે માટે સન સ્ક્રીન મો તથા હાથના ભાગે લગાવવાનું રાખો. જે ગરમી સામે એક લેયરનું કામ કરશે. આંખ ખુબ જ સેન્સીટીવ હોય છે જે વધુ તડકો સહન નથી કરી શકતી. તો તે માટે સન ગ્લાસ પહેરીને બહાર નીકળો. સારી કવોલીટીના પોલરાઇડ સન ગ્લાસ પહેરો. માથે ટોપી પહેરો.