For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના નામ સામે વઢવાણે કર્યો વિરોધ

06:16 PM Jan 09, 2025 IST | revoi editor
સુરેન્દ્રનગર મ્યુનિ કોર્પોરેશનના નામ સામે વઢવાણે કર્યો વિરોધ
Advertisement
  • અસ્મિતા મેંના નેજા હેઠળ રેલી અને ઉપવાસ આંદોલન કરાશે
  • સુરેન્દ્રનગર નહીં વઢવાણ મ્યુનિ.કોર્પોરેશનનું નામ આપવા માગ
  • નગર સેવા સદનમાં સુરેન્દ્રનગર મહાપાલિકાના બોર્ડ લાગતા વિરોધ કરાયો

સુરેન્દ્રનગરઃ ગુજરાત સરકારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ વઢવાણ-સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની કચેરીના બોર્ડ બદલીને સુરેન્દ્રનગર મહા નગરપાલિકાના બોર્ડ લાગી ગયા છે. ત્યારે નગર સેવા સદનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બોર્ડ લાગતા વઢવાણવાસીઓમાં રોષ ફેલાયો છે. વઢવાણ અસ્મિતા મંચના નેજા હેઠળ લાલજી મહારાજની જગ્યામાં બેઠક યોજાઈ હતી. જેમાં રેલી, ધરણા, ઉપવાસ આંદોલન, વઢવાણ બંધ સહિતના તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે.

Advertisement

ગુજરાત સરકારે તાજેતરમાં સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરી છે. ત્યારે નગર સેવા સદનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બોર્ડ લાગતા વઢવાણવાસીઓમાં રોષ ફેલાયો છે. એ બાબતે યોજાયેલી બેઠકમાં મહા નગરપાલિકાનું વઢવાણ મહાનગરપાલિકા નામ આપવા એક સુર ઉઠયો છે. જો આવુ ન થાય તો આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે.

વઢવાણ અસ્મિતા મંચના નેજા હેઠળ લાલજી મહારાજની જગ્યામાં બેઠક યોજાઈ હતી. જેમાં વતન પ્રેમીઓ રાજુદાન ગઢવી, સતીશ ગમારા, અશોક રામી, દશરથસીંહ અસવાર, પરેશભાઈ પરીખ, સ્મીતાબેન રાવલ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. યશો ભુષણમ સર્વદા વર્ધમાનમ્ સુત્ર સાથે વઢવાણનું અસ્તીત્વ જળવાય રહે તે માટે ચર્ચા કરી હતી. જયારે મનપાને વઢવાણ મહાનગરપાલીકા નામ અપાય તેવી માંગણી કરાઈ છે. જો આવુ ન થાય તો રેલી, ધરણા, ઉપવાસ આંદોલન, વઢવાણ બંધ સહિતના તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે.

Advertisement

વઢવાણ એ સૌરાષ્ટ્રનો સૌથી જુનો ભુ-ભાગ છે. ઈતિહાસના ચોપડે અસ્થીગ્રામ, મીણપુર, વર્ધમાનપુરી અને બાદમાં અપભંશ થઈ વઢવાણ નામ પડ્યુ છે. વઢવાણમાં ભગવાન મહાવીર સ્વામીના પગલા જૈન સમાજનું આસ્થા કેન્દ્ર છે. વઢવાણમાં હવામહેલ, ગંગાવાવ, સતી રાણકદેવીનું મંદિર સહિત અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. ત્યારે નગરપાલિકામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણવાસીઓને વઢવાણની અસ્મીતા જોખમાઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે.

Advertisement
Tags :
Advertisement