For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત

04:47 PM Nov 27, 2025 IST | Vinayak Barot
વડોદરામાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત
Advertisement
  • ગાર્ડનમાં અસામાજિક પ્રવૃતિ ન વધે તે માટે મ્યુનિ.કમિશનરે લીધો નિર્ણય,
  • બગીચાઓમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે નિર્ણય લેવાયો,
  • શહેરીજનોએ મ્યુનિ.કમિશનરના નિર્ણયને આવકાર્યો

વડોદરાઃ  શહેરમાં આવેલા કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતે આવતા તમામ લોકો માટે રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. શહેરના બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિના (VMC) કમિશનરે એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરીજનોએ મ્યુનિ. કમિશનરના નિર્ણયને આવકાર્યો છે.

Advertisement

વડોદરા મ્યુનિ,કોર્પોરેશનના કમિશનરના આદેશ અનુસાર, ગાર્ડનના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલા રજિસ્ટરમાં એન્ટ્રી કરાવ્યા વગર હવે કોઈપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં આવશે નહીં, આ નિયમનો અમલ તત્કાળ અસરથી શરૂ કરી દેવાયો છે.  આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બગીચાઓમાં થતી અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ લાવવાનો છે. રજિસ્ટરમાં એન્ટ્રી થવાથી બગીચામાં આવતા તમામ મુલાકાતીઓની ઓળખ થઈ શકે છે. જો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બને, તો જવાબદાર વ્યક્તિઓને ઓળખવા અને તેમની સામે પગલાં લેવા માટે આ એન્ટ્રી ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

વડોદરાવના મ્યુનિ. કમિશનર દ્વારા લેવાયેલા આ નિર્ણયને શહેરના નાગરિકો અને મુલાકાતીઓ દ્વારા યોગ્ય અને આવકારદાયક ગણાવવામાં આવ્યો છે. જાહેર સ્થળોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે આ પ્રકારના પગલાં લેવા જરૂરી છે, તેવું લોકોનું માનવું છે. આનાથી પરિવાર સાથે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં બગીચાની મુલાકાત લેનારા લોકોને વધુ સુરક્ષિત અનુભવ મળશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement