હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સુવિધાની વર્ચ્યુઅલ સમીક્ષા

06:51 PM Apr 07, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ આરોગ્ય કમિશનર- અર્બન  હર્ષદકુમાર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટીની સુવિધાઓની વર્ચ્યુઅલ માધ્યમથી સમીક્ષા કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય કમિશ્નરએ વિગતવાર સમીક્ષા બાદ અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફટી વધુ સુદ્રઢ બની છે. અર્બન આરોગ્ય કમિશનર  હર્ષદકુમાર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આરોગ્ય સંસ્થામાં કાર્યરત ફાયર સેફ્ટી કમિટીને સમયાંતરે ફાયર સેફ્ટી ઓડિટ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આરોગ્ય સંસ્થાઓમાં ઇલેક્ટ્રીક લોડ અનુરૂપ વાયરીંગ છે કે કેમ? તેની ખાતરી કરવી તેમજ પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટના સંકલનમાં રહી ઇલેક્ટ્રીકલ ઓડિટ કરાવવા તાકીદ કરી હતી.

રાજ્યની હૉસ્પિટલોના ઇન્ટેન્સીવ કેર યુનિટ-ICU અને સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ-SNCUમાં ખાસ વાયરીંગની ચકાસણી કરવી, અશક્ત દર્દીઓ અને ICU-SNCUના દર્દીઓને તુરંત યોગ્ય સલામત સ્થળે ખસેડવા માટેનું પૂર્વ આયોજન સુનિશ્વત કરવા માટે પણ આરોગ્ય કમિશ્નરએ સૂચના આપી હતી. આ ઉપરાંત આગની ઘટના સમયે શું કરવું અને શું ન કરવું તે દર્શાવતા પોસ્ટર લગાવવા તેમજ ફાયર એક્ઝિટ સંકેતો રાતમાં પણ સ્પષ્ટ દેખાય તેવા હોવા જોઇએ, તેમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

આરોગ્ય કમિશનરએ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના તમામ સાધનોની સમયાંતરે ચકાસણી અને રિન્યૂ કરાવવા તેમજ તમામ જગ્યાઓ પર જરૂરિયાત મુજબના ફાયર સેફ્ટી સાધનો ઇન્સ્ટોલ કરાવવા સૂચન કર્યું હતું. તેવી જ રીતે, ફાયર એન.ઓ.સી. છે કે નહીં તેની સમીક્ષા કરીને એન.ઓ.સી. સમયસર રિન્યૂ કરાવવા અને જો સમયમર્યાદા પૂર્ણ થઇ ગયેલ હોય તો તુરંત ફાયર એન.ઓ.સી. રિન્યૂ કરાવી લેવા તેમણે સૂચન કર્યું હતું.

આ ઉપરાંત તેમણે આરોગ્ય સંસ્થાઓમાં દર મહિનાની ૬ઠ્ઠી તારીખે ફાયર મોકડ્રીલ અચૂક કરવા સૂચવ્યું હતું. આ મોકડ્રીલમાં આરોગ્ય સંસ્થાના તમામ સ્ટાફને ફાયર સેફ્ટી, ફાયર ઉપકરણો બાબતે તાલીમબદ્ધ કરવા અને તેમાં ભાગ લેવા પણ જણાવ્યું હતું.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દરેક આરોગ્ય સંસ્થાઓ ખાતે તા.21 થી 25 એપ્રિલ, 2025 દરમિયાન ‘ફાયર સેફ્ટી વીક’ ઉજવવા, નિર્ધારિત પ્રવૃત્તિઓના સમયપત્રક, અગ્નિ સલામતી પ્રતિજ્ઞા અને ફાયર સેફ્ટી માર્ગદર્શક સૂચનાઓ અનુસરવા આરોગ્ય કમિશનરએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, પાણીના સંગ્રહ માટેની ટાંકીની યોગ્ય વ્યવસ્થા અંગે સમયાંતરે ચકાસણી કરવી, આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝિટ પ્લાનની અમલવારી કરવી, આગ લાગે ત્યારે બહાર નીકળવાના રસ્તાઓ કોઇપણ અડચણ વગર ખુલ્લા હોવા જોઇએ, ફાયર એક્ઝિટના દરવાજા બહારની તરફ ખુલે તેવા રાખવા જોઈએ તેમજ આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝિટ અંગે દર્દીઓ અને તેમના સગા-સંબંધિઓને પણ માહિતગાર કરવા જોઈએ.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratifire safety facilitiesGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHealth institutionsLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newsvirtual review
Advertisement
Next Article