For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ઉપર કરી રહસ્યમય પોસ્ટ, પ્રશંસકો બન્યાં ચિંતિત

02:26 PM Oct 16, 2025 IST | revoi editor
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ઉપર કરી રહસ્યમય પોસ્ટ  પ્રશંસકો બન્યાં ચિંતિત
Advertisement

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝ પહેલા સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ કરીને પ્રશંસકોને ચોંકાવી દીધા છે. ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં પહેલાથી સન્યાસ લેનાર કોહલીની આ પોસ્ટ તેમના આંતરરાષ્ટ્રીય ભવિષ્યને લઈને નવા-નવા કયાસો કાઢવામાં આવી રહ્યાં છે. વિરાટ કોહલીએ એક્સ ઉપર લખ્યું છે કે, આપ હકીકતમાં ત્યારે જ અસફળ થાવ છો જ્યારે હાર માનવાનો નિર્ણય લો છો. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કેટલાક પ્રશંસકો માની રહ્યાં છે કે, આ સંદેશ કોહલીની વાપસીનો સંકેત છે પરંતુ કેટલાક લોકો સંભવિત સંન્યાસની ભૂમિકાના રૂપમાં જોઈ રહ્યાં છે.

Advertisement

વિરાટ કોહલી અંતિમવાર ભારત માટે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં રમ્યો હતો. જ્યાં તેમણે સારુ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતને ટાઈટલ જીતવામાં સફળતા મળી હતી. કોહલીના મિત્ર અને આરસીબીના મેંટર દિનેશ કાર્તિકએ ખુલાસો કર્યો કે, કોહલી આગામી 2027ના વિશ્વકપને ધ્યાનમાં રાખીને પોતાને તૈયાર કરી રહ્યો છે. લંડનમાં બ્રેક દરમિયાન અઠવાડિયામાં બેથી 3 વાર નેટ્સમાં અભ્યાસ કરતો હતો. આટલા લાંબા બ્રેક છતા પણ તેમણે તાલીમ બંધ નથી કરી, જેથી દેખાય છે કે, તે કેટલી ગંભીરતાથી પરત ફરવા માંગે છે.

Advertisement

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 302 વન-ડે મેચમાં 14181 રન બનાવ્યાં છે 57.88ની એવરેજ અને 93ની સ્ટ્રાઈક રેટથી રન ફટકાર્યાં છે. તેમણે વન-ડેમાં 51 સદી અને 74 અડધીસદી ફટકારી છે જે એક રેકોર્ડ છે. કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્ટોર 183 રન છે. વર્ષ 2025માં કોહલીએ સાત વન-ડે મેચમાં 275 રન બનાવ્યાં છે. જેમાં એક સદી અને બે અડધીસદીનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement