For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકોને અટકાવાતા હિંસા ફાટી નીકળી, છ સુરક્ષા જવાનોના મોત

05:23 PM Nov 26, 2024 IST | revoi editor
પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકોને અટકાવાતા હિંસા ફાટી નીકળી  છ સુરક્ષા જવાનોના મોત
Advertisement

લાહોરઃ આર્થિક અને રાજકીય અસમાનતામાંથી પસાર થતા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી - પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સમર્થકો દ્વારા આયોજીત રેલીને અટકાવવાનો પ્રયાસ કરતા હિંસક અથડામણ થઈ હતી. જેમાં છ સુરક્ષા જવાનોના મૃત્યુ થયાં હતા. આ હિંસામાં 100થી વધુ જવાનો ઘાયલ પણ થયા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે હવે ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરી છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.

Advertisement

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 24 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું હતું.  જેથી ઈમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં ઈસ્લામાબાદ તરફ કૂચ કરવા માટે એકઠા થયા હતા. જો કે, અધિકારીઓએ પીટીઆઈ સમર્થકો દ્વારા રાજધાનીમાં પ્રવેશવા અને ધરણા કરવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે કડક વ્યવસ્થા કરી હતી. તેમ છતા ઈમરાનની મુક્તિને નિકળાવામાં આવેલી રેલીમાં સુરક્ષા દળોની કાર્યવાહીને પગલે હિંસા ફાટી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં અર્ઘ સંખ્યામાં અર્ધલશ્કરી અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા બાદ હવે ઈસ્લામાબાદમાં સુરક્ષાની જવાબદારી સેનાને સોંપવામાં આવી છે.

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા - રેડિયો પાકિસ્તાન અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન ઈસ્લામાબાદના શ્રીનગર હાઈવે પર એક વાહને પાકિસ્તાન રેન્જર્સને ટક્કર મારી હતી. જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. ઘટના સોમવારે રાત્રે બની હતી. આમાં પાંચ જવાનો પણ ઘાયલ થયા છે. કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

Advertisement

એટલું જ નહીં ઘટનાસ્થળથી પાંચ કિલોમીટર દૂર હથિયારો લઈને આવેલા કેટલાક તોફાનીઓએ રેન્જર્સ પર પથ્થરમારો કર્યો હતો. આ સિવાય રાવલપિંડીના ચુંગી નંબર 26માં સુરક્ષાકર્મીઓ પર ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓમાં અન્ય બે પોલીસકર્મીઓના પણ જીવ ગયા હોવાના અહેવાલ છે. જો કે તેમનું મૃત્યુ કેવી રીતે, ક્યારે અને ક્યાં થયું તે અંગેની માહિતી આપવામાં આવી નથી. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે ઈસ્લામાબાદની બહાર પીટીઆઈના પ્રદર્શનકારીઓ સાથેની અથડામણ દરમિયાન એક પોલીસકર્મીનું મોત થયું હતું. જોકે, બીજા પોલીસકર્મીના મોત અંગેની માહિતી આપવામાં આવી નથી.

પત્રકારો સાથે વાત કરતા પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અને પથ્થરમારામાં 100થી વધુ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. જેમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે. આમાં એક વરિષ્ઠ એસપી રેન્કના પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે, જેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે.

Advertisement
Tags :
Advertisement