વિક્રાંત મેસી આ ફિલ્મમાં શનાયા કપૂર સાથે જોવા મળશે
અભિનેતા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર સિનેમામાંથી બ્રેક લેવાની વાત કરી હતી. આ ખુલાસા પછી, વિક્રાંત વિશે દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ છે. લોકોને લાગ્યું કે તેણે ફિલ્મી દુનિયામાંથી સંન્યાસ લઈ લીધો છે. આ દરમિયાન તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વિક્રાંત મેસીની બે ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થવા જઈ રહી છે. એક ફિલ્મનું શીર્ષક 'આંખો કી ગુસ્તાખિયાં' છે. આ ફિલ્મમાં શનાયા કપૂર અભિનેતા વિક્રાંત મેસી સાથે જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ હજુ બાકી છે. દરમિયાન, અભિનેતાએ તેના બ્રેકની જાહેરાત કરી છે. આ બ્રેક પર જતા પહેલા વિક્રાંત દેહરાદૂન ગયો હતો અને બાકીનું કામ પૂરું કરવા તેણે શૂટિંગ શરૂ કર્યું છે.
વિક્રાંતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું કે, હું માત્ર અભિનય જ કરી શકું છું, આના દ્વારા જ હું બધું મેળવી શકું છું. મારી શારીરિક અને માનસિક સ્થિતિ અત્યારે સારી નથી, તેથી હું થોડો બ્રેક લેવા માંગુ છું. મારે થોડું સારું કરવું છે. મારી પોસ્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું કે હું ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવા માંગુ છું. હું મારા પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે થોડો સમય કાઢવા માંગુ છું.