For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહારમાં વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીતઃ નરેન્દ્ર મોદી

05:22 PM Nov 14, 2025 IST | revoi editor
બિહારમાં વિકાસ  સુશાસન  સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીતઃ નરેન્દ્ર મોદી
Advertisement

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કેઆ પરિણામ વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીત છે. PM મોદીએ X પર લખ્યું હતું કે, “બિહારના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર, જેમણે NDAને અદ્ભુત અને અભૂતપૂર્વ જીતનો આશીર્વાદ આપ્યો. આ પ્રચંડ જનમંડેટ અમને વધુ શક્તિ અને નવી પ્રતિબદ્ધતા સાથે બિહારની સેવા કરવાની પ્રેરણા આપશે.”

Advertisement

PM મોદીએ NDAના તમામ સાથીદારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, “NDA સરકારએ રાજ્યનો સર્વાંગી વિકાસ કર્યો છે. બિહારની જનતાએ અમારા કાર્ય, ટ્રેક રેકોર્ડ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાના વિઝન પર વિશ્વાસ મૂકી અમને બહુમતી આપી છે.” તેમણે ખાસ કરીને મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેમજ NDAના અગત્યના નેતાઓ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને જીત માટે શુભેચ્છા આપી હતી.

બિહારમાં વિધાનસભાની 243 બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપાના નેતાઓએ બિહાર ચૂંટણીમાં જંજાવતી ચૂંટણીપ્રચાર કર્યો હતો. તેમજ ભાજપાની જીતના આર્શિવાદ મતદારો માંગ્યા હતા. આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપા સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે બીજા નંબર ઉપર જેડીયુ છે. એનડીએને 200 જેટલી બેઠકો મળે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. તેમજ હવે એનડીએમાં આગામી સરકારને લઈને તૈયારીઓ પણ શરૂ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement