વિકી કૌશલની ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી મુલતવી, હવે 2027માં રીલિઝ થવાની શક્યતા
બોલીવૂડ અભિનેતા વિકી કૌશલની બહુચર્ચિત ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી એકવાર પાછળ ધકેલાઈ ગઈ છે. માહિતી મુજબ, આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષનાં એપ્રિલ પહેલાં શરૂ થવાની શક્યતા નથી. અગાઉ ફિલ્મને ડિસેમ્બર ૨૦૨૬માં રીલિઝ કરવાનો અંદાજ હતો, પરંતુ હવે એવી ચર્ચા છે કે આ ફિલ્મ ૨૦૨૭માં જ રીલિઝ થઈ શકે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિકી કૌશલ હાલ લવ એન્ડ વોર સહિતની અનેક ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી તેમનું શિડયૂલ ગોઠવાતું નથી. જોકે બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા એ પણ છે કે ફિલ્મનું બજેટ અત્યંત મોટું હોવાથી પ્રોડક્શન ટીમ તેને લઈને ફેરવિચારણા કરી રહી છે. આ ફિલ્મના દિગ્દર્શક અમર કૌશિક છે જ્યારે વિકી કૌશલ ભગવાન પરશુરામના પાત્રમાં જોવા મળશે. વિકી કૌશલને આ પાત્ર માટે કેટલાક મહિનાઓ સુધી ખાસ ફિઝિકલ ટ્રેનિંગ લેવી પડશે. હવે જોવું રહ્યું કે દર્શકોની આતુરતાપૂર્વક રાહ જોવાતી આ ફિલ્મ ક્યારે સિલ્વર સ્ક્રીન પર આવે છે.