For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર હાઈવે પર એપોલો સર્કલ પાસે કેબલ સ્ટેન્ડ બ્રિજને લીધે વાહનોને ડાયવર્ઝન અપાશે

05:53 PM Nov 09, 2024 IST | revoi editor
ગાંધીનગર હાઈવે પર એપોલો સર્કલ પાસે કેબલ સ્ટેન્ડ બ્રિજને લીધે વાહનોને ડાયવર્ઝન અપાશે
Advertisement
  • ગાંધીનગર-અમદાવાદ એરપોર્ટ હાઈવે પર રોજના 1.24 લાખ વાહનો પસાર થાય છે,
  • વાહનોના ડાયવર્ઝન માટે રૂટ્સ નક્કી કરાયો,
  • ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ તૈનાત કરાશે

ગાંધીનગરઃ અમદાવાદ અરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. હવે કેબલ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેના લીધે વાહન વ્યવહાર બંધ કરવો જરૂરી છે. આથી એપોલો સર્કલ નજીક ડાયવર્ઝન આપવામાં આવશે.

Advertisement

ગાંધીનગર- એરપોર્ટ હાઇવે પર એપોલો સર્કલ પર લાંબા સમય બાદ હવે કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. જેના કારણે અહીંથી પસાર થતા રોજના 1.24 લાખ વાહનોના ડાયવર્ઝનનો પ્લાન ગાંધીનગર પોલીસે તૈયાર કરી દીધો છે. એકાદ દિવસમાં આ ડાયવર્ઝન શરૂ કરી દેવાશે અને તે પછી કામગીરી આગળ ધપાવવામાં આવશે. ગાંધીનગર એસપી રવિ તેજા વાસમસેટ્ટી ખુદ સ્થળ પર જઇને ડાયવર્ઝનની વ્યવસ્થા ચકાસી હતી,

ગાંધીનગરના એપોલો સર્કલ પર ગાંધીનગર- એરપોર્ટ રોડ, અને સરદાર પટેલ રીંગ રોડ ક્રોસ થાય છે. અમદાવાદ- ગાંધીનગરથી વડોદરા એક્સપ્રેસ હાઇવે તરફ પસાર થતો મોટાભાગનો ટ્રાફિક અહીંથી પસાર થાય છે સાથે માલવાહક વાહનો પણ મોટી સંખ્યામાં આ માર્ગ પરથી પસાર થાય છે. જેથી આ તમામ વાહનો ડાયવર્ટ કરવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સંભવત સોમવારથી ડાયવર્ઝન શરૂ કરી દેવામાં આવશે. ગાંધીનગર- એરપોર્ટને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી પસાર થતા વીવીઆઇપી વાહનો- કોન્વોયને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રખાયું છે.

Advertisement

માર્ગ મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, એપોલો સર્કલ પાસેના કેબલ સ્ટેડ બ્રિજનું કામ ઘણા સમયથી બંધ પડ્યું હતુ. પરંતુ હવે યુદ્ધના ધોરણે કામ શરૂ થાય તેવી કવાયત શરૂ કરવામાં આવી છે. ફાઉન્ડેશન તૈયાર થઇ ગયું છે. એકાદ મહિનામાં કેબલો લગાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. 136 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે જેમાં માર્ગ- મકાન વિભાગ અને ઔડા અડધો અડધો ખર્ચ ઉઠાવશે. કેબલ સ્ટેડ બ્રિજ પર 200 મીટર લંબાઇના સ્પાન કેબલના સપોર્ટ પર રાખવામાં આવશે. આ માટેના કેબલ સ્પેશિયલ અમેરિકાથી મંગાવવામાં આવ્યા છે. ઓવરબ્રિજની કુલ લંબાઇ 1,481 મીટર રહેશે. 8 સ્ટ્રક્ચરલ સ્પાન 35 મીટર લંબાઇના રહેશે. બ્રિજમાં રોડની પહોળાઇ 27 મીટરની રહેશે. બન્ને સાઇડ 1.5 મીટર પહોળી ફૂટપાથ આપવામાં આવશે અને તેના પછી ક્રેસ બેરિયર લગાડવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement