For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વાહનમાલિકો તેમના જુના વાહનનો નંબર નવા વાહન પર લગાવી શકશે

04:01 PM Feb 27, 2025 IST | revoi editor
વાહનમાલિકો તેમના જુના વાહનનો નંબર નવા વાહન પર લગાવી શકશે
Advertisement
  • વાહન વ્યવહાર વિભાગે શરતો અને નિયમો સાથેની માર્ગદર્શિકા જાહેર કરી
  • જૂના અને નવા વાહનની માલિકી એક વર્ષથી પોતાના નામે હોવું જરૂરી
  • જૂના વાહનનો નંબર નવું વાહન ખરીદતી વખતે લઈ શકાશે

અમદાવાદઃ ઘણા વહનચાલકો પોતાની પસંદગીનો આરટીઓ નંબર લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે હવે નવા વાહનો ખરીદનારા પોતાના જુના વાહનોનો નંબર નવા વ્હિકલમાં પણ લગાવી શકશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ અંગેની શરતો અને નિયમો સાથેનો એક પરિપત્ર બહાર પાડી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, ઘણા વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે ન્યૂમેરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્કસ પ્રકારનો નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખે છે. વાહન માલિકો તેઓના વાહન નંબર સાથે જોડાયેલી લાગણીને કારણે જૂના વાહનોનો નંબર પણ રિટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે. હવે કોઈપણ વાહન ચાલક પોતાના જૂના વાહનમાં લગાવેલી નંબર પ્લેટનો નંબર જૂના વાહન સામે નવું વાહન ખરીદતી વખતે તે વાહનનો નંબર લઈ શકશે.

Advertisement

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોના કહેવા મુજબ વાહન માલિક જ્યારે વાહનની તબદિલીની અરજી કરે તે સમયે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનને જે તે રિટેન કરેલો નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલા વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જૂના વાહનનો નંબર રિટેન થશે અને જૂના સ્ક્રેપ થનારા વાહનને અન્ય નંબર એલોટ કરવામાં આવશે અને ત્યારબાદ જે તે વાહનને મોટર વ્હિકલ્સ એક્ટ અને રૂલ્સની જોગવાઇઓ અનુસાર સ્ક્રેપ કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વાહન માલિક પોતાનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રિટેન કરી શકશે અને તે વાહન નંબર રિટેન્શનની પૂર્વ શરત રહેશે. જૂના વાહન ઉપર વાહન નંબર રિટેન થઇ શકશે નહીં. જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રિટેન કરવાનો છે તે બંનેની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. કોઇ અન્ય વ્યક્તિના નામે વાહન નંબર રિટેન થઇ શકશે નહીં. વધુમાં જે વાહનનો નંબર રિટેઇન કરવાનો છે. તે વાહનની માલિકી સંબંધિત વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે.વાહન નંબર રિટેન્શન સમયે બન્ને વાહનોના ક્લાસ ઓફ વ્હિકલ સમાન હોવા જરૂરી રહેશે.જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તેનું રજિસ્ટ્રેશન રિટેન્શન સમયે કાર્યરત હોવું જોઇએ. એટલે કે અગાઉ જે વાહનો સ્કેપ થઇ ચૂકેલ છે તેવા વાહનોનો નંબર હાલ રિટેન થઇ શકશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement