For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સોમનાથમાં દિવાળીના તેહવારોને લીધે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

04:42 PM Oct 27, 2024 IST | revoi editor
સોમનાથમાં દિવાળીના તેહવારોને લીધે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
Advertisement
  • સોમનાથ મંદિરમાં રંગોળી અને દીવડાઓથી સુશોભન,
  • મહાદેવજીને દીપમાળા, વિશેષ શ્રૃંગાર કરાશે, 
  • પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતના કાર્યક્રમો યોજાશે

 સોમનાથઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દિવાળીના તહેવારોમાં ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ મુહૂર્ત અને દિવસો દરમિયાન ભક્તજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા છે. દિવાળીના પાંચ દિવસ માટે ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ છે.

Advertisement

દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વે  સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડાઓથી સુશોભિત કરવામાં આવશે. સમગ્ર તહેવારોમાં મંદિરમાં પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. દિવાળી મહોત્સવના દરેક દિવસે  સોમનાથ મંદિર પરિસર, ટ્રસ્ટના તમામ અતિથિગૃહ અને પરિસર પ્રકાશિત કરવામાં આવશે. જેથી આવનાર ભક્તોને ઉત્સવ દરમિયાન ઘર જેવી જ લાગણી ઉત્પન્ન થશે.

દિપાવલી પર્વ પર દેશ ભરમાંથી લક્ષ્મી પૂજન નોંધાવનારા ભક્તોને ઓનલાઈન માધ્યમ પર લક્ષ્મી પૂજન કરી પૂજન કરેલ શ્રી યંત્ર, રોજમેળ પેન, અને નમન ભસ્મ પ્રસાદ એમના સરનામા પર પહોચાડવામાં આવશે. આ ઉપરાંત સ્વયં સોમનાથ આવીને લક્ષ્મી પૂજન કરવા માંગતા ભક્તોને પણ પૂજા કરાવવામાં આવશે.

Advertisement

ચોમાસા દરમિયાન બંધ કરાયેલો યાત્રીઓનો પ્રિય એવો 3Dલાઈટ એન્ડ સાઉન્ડ શો ભકતો માટે ફરી શરૂ કરાયો છે. તેહવારોમાં બે શો કરવામાં આવશે જેથી યાત્રીઓને બમણો લાભ મળી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટના અતિથિગૃહના મેદાનમાં દિવાળીના દિવસે યાત્રીઓને સાથે રાખી ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે જેથી યાત્રીઓને પરિવારનો ભાગ હોવાનો અનુભવ કરાવવામાં આવશે

નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરવા માટે સોમનાથ પધારનારા ભાવિકોને ઉત્તમ દર્શન અનુભવ થાય તેવી વ્યવસ્થા ઉપરાંત જનકલ્યાણની પ્રાર્થના સાથે મહાદેવને અન્નકૂટ ભોગ લગાવવામાં કરવામાં આવશે.  આમ  સોમનાથ મંદિર, ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ, ભોજનાલય, પાર્કિંગ સહિતમાં યાત્રીઓને ઉત્તમ આતિથ્ય મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement