વડોદરાની એમએસ યુનિવર્સિટી બિલ્ડિંગનું 144 વર્ષ બાદ રિનોવેશન
- યુનિવર્સિટી બિલ્ડિંગના 9 જેટલા ગુંબજ છે, જેમાંથી 7 ગુંબજમાં કામગીરી પૂર્ણ થઈ
- ગુંબજના રિનોવેશનમાં ગોળ, ગુગળ, મેથી, અડદ, ઘઉંના મિશ્રણનો ઉપયોગ
- આબેહૂબ ગ્લાસ અને ટાઇલ્સ બેલ્જિયમથી મગાવાયા
વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીની ઈમારત ઐતિહાસિક ગણાય છે. યુનિવર્સિટી પરનો ગુંબજ એ એશિયાનો બીજા નંબરનો ગણાય છે. 144 વર્ષ બાદ હવે યુનિવર્સિટીના બિલ્ડિંગનું રિનોવેશનનું કામ હાથ ધરાયું છે. જેમાં ઐતિહાસિક જૂની વસ્તુઓ મહા-મહેનતે આબેહૂબ નેચરલ કલર દ્વારા પેન્ટ કરવામાં આવી રહી છે. અહીં બેલ્જિયમ ટાઇલ્સ, બેલ્જિયમ ગ્લાસ જેવા ઐતિહાસિક મટીરિયલ દ્વારા આબેહૂબ બનાવવામાં આવી રહી છે. સાથે અહીં લાકડાંની ખરાબ થયેલી ચીજવસ્તુ પર બેલ્જેનિયમથી મગાવેલા મોનોકોટ નેચરલ વૂડ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી નિષ્ણાતોની દેખરેખ હેઠળ 80થી વધુ કારીગરો સતત કામગીરી કરી રહ્યા છે. હવે ટૂંક સમયમાં ઐતિહાસિક ગુંબજની કામગીરી પૂર્ણ થવાના આરે છે.
વડોદરાની એમ એસ યુનિવર્સિટીનું બિલ્ડિગ ઐતિહાસિક ગણાય છે. વર્ષ-1880માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે 8.30 લાખ રૂપિયામાં આ ઐતિહાસિક બિલ્ડિંગની સ્થાપના કરી હતી અને એમાં 1881માં બરોડા કોલેજની શરૂઆત કરી હતી. 145 વર્ષ પછી પણ આ ઇમારત અડીખમ ઊભી છે, જોકે ઐતિહાસિક ગુંબજ પ્રદૂષણને કારણે કાળો પડી ગયો હોવાથી એનું મેઇન્ટેન્સ કરવું જરૂરી હતું અને હાલમાં સમારકામની કામગીરી ચાલી રહી છે. ગુંબજ હવે ફરી ખરાબ ન થાય એ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. અહીં 9 જેટલા ગુંબજ છે, જેમાંથી 7 ગુંબજમાં કામગીરી પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે.
વર્ષ 1880માં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે 8.30 લાખ રૂપિયાના ખર્ચે આર્ટ્સ ફેકલ્ટીના આ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. આજે આટલાં વર્ષો પછી, એટલે કે 145 વર્ષે પણ આ બિલ્ડિંગ અડીખંમ ઊભું છે અને આ આગવી ઓળખ છે. આ ઐતિહાસિક ધરોહરને પાછી લાવવા માટે અહીં પ્લાસ્ટર નેચરલ પદ્ધતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં બહારનો કલર નેચરલ છે, અહીં બેલ્જિયમ ટાઇલ્સ અને ગ્લાસનો ઉપયોગ થયો હતો, જે આજે મળવા શક્ય નથી છતાં પણ તેને આબેહૂબ તૈયાર કરવામાં આવ્યો છે