For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરા મ્યુનિ. દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝુંબેશ, 5 દિવસમાં 1000 મિલકતો સીલ કરી

06:25 PM Feb 03, 2025 IST | revoi editor
વડોદરા મ્યુનિ  દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝુંબેશ   5 દિવસમાં 1000 મિલકતો સીલ કરી
Advertisement
  • VMCએ 724 કરોડનો ટાર્ગેટ પુરો કરવા સિલિંગ ઝૂંબેશ આદરી
  • રેલવેનો 10 કરોડનો વેરો બાકી, જેમાં દોઢ કરોડ ભરાયા
  • શનિ-રવિની રજાઓમાં પણ વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રહેશે

વડોદરાઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો કરવા માટે સિલિંગ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આશરે 1000 મિલકત સીલ કરવામાં આવી છે. આ કામગીરી 31 માર્ચ સુધી ચાલુ રહેશે. અગાઉ બાકી વેરો ભરી દેવા માટે મિલકત ધારકોને નોટિસ અને વોરંટ બજાવવામાં આવ્યા હતા. હાલ કોર્પોરેશનના તમામ વોર્ડમાં વેરાની વસુલાત કડકરાહે કરવા સૂચના આપી દેવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનને 502 કરોડની આવક થઈ ચૂકી છે અને 31 માર્ચ સુધીમાં 724 કરોડનો ટાર્ગેટ સિદ્ધ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બાકી વેરો ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિ-રવિની રજાઓમાં પણ વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા છેલ્લા ચાર પાંચ દિવસથી કોમર્શિયલ મિલકતોની બાકી વસુલાત માટે મિલકતો સીલ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે 1000 મિલકત સીલ કરવામાં આવી છે. આ કામગીરી 31 માર્ચ સુધી ચાલુ રહેશે. અગાઉ બાકી વેરો ભરી દેવા માટે મિલકત ધારકોને નોટિસ અને વોરંટ બજાવવામાં આવ્યા હતા. હાલ મ્યુનિ. કોર્પોરેશનના તમામ વોર્ડમાં વેરાની વસુલાત કડકરાહે કરવા સૂચના આપી દેવામાં આવી છે. રેલ્વે વિભાગ પાસે 10 કરોડનો વેરો બાકી પડતો હતો. જે અંગે બેઠક યોજવામાં આવી હતી. જેમાં દોઢ કરોડ રૂપિયા ભરી દેવામાં આવ્યા છે, અને બાકીના ભરવા માટે પ્રોસેસ ચાલુ છે. રેલવે વિભાગ તરફથી વેરા સંદર્ભે કવેરી પૂછવામાં આવી હતી. જે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સબમિટ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ અપાતી હોય છે, અને તે મળતા જ વેરાની ભરપાઈ કરી દેવામાં આવે છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને 502 કરોડની આવક થઈ ચૂકી છે અને 31 માર્ચ સુધીમાં 724 કરોડનો ટાર્ગેટ સિદ્ધ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બાકી વેરો ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિ-રવિની રજાઓમાં પણ વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા બાકી વેરો ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિ-રવિની રજાઓમાં પણ વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement