હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઉત્તરપ્રદેશઃ લોકસભા ચૂંટણીમાં ભાજપાના ભારે ધોવાણ અંગે પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો

03:30 PM Jun 22, 2024 IST | revoi editor
Advertisement

લખનૌઃ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી હતી. યુપીમાં ભાજપનું ભારે ધોવાણ થયું હતું. ત્યારબાદ આ પરિણામો પાછળના કારણો શોધવા ભાજપાએ કવાયત શરૂ કરી હતી. દરમિયાન યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી શનિવારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના ભારે ધોવાણના કારણો રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપાનું ભારે ધોવાણ થયું હતું, વર્ષ 2019 ચૂંટણીમાં ભાજપાની 62 બેઠકો ઉપર જીત થઈ હતી. જેની સરખામણીએ આ ચૂંટણીમાં ભાજપાને 36 બેઠકો મળી હતી. જેને લઈને ભાજપા દ્વારા મનોમંથન કરવામાં આવ્યું હતું.

Advertisement

ભૂપેન્દ્ર ચૌધરીએ નડ્ડાને યુપીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. મહંત રાજુ દાસ સાથે અયોધ્યામાં ભાજપની સમીક્ષા બેઠક દરમિયાન બે મંત્રીઓની હાજરીમાં ડીએમ સાથે ઘર્ષણની માહિતી પણ આપવામાં આવી હતી. વાસ્તવમાં અયોધ્યા-ફૈઝાબાદ લોકસભા સીટ પર મળેલી હારને પચાવવી ભાજપને મુશ્કેલ લાગી રહી છે. રામ મંદિરના નિર્માણ બાદ ભાજપને અહીંથી જીતનો વિશ્વાસ હતો. જો કે ચૂંટણી પરિણામોમાં અહીંથી સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદની જીત થઈ છે. ભાજપની સમીક્ષામાં અત્યાર સુધીની હારના કારણોની માહિતી આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપના ભારે ધોવાણના મુખ્ય પાંચ કારણો છે, જેમાં લોકસભા ચૂંટણી દરમિયાન અધિકારીઓની મનસ્વીતા, ચૂંટણી સમયે જનપ્રતિનિધિઓને સાંભળવામાં આવતા નથી, કોન્ટ્રાક્ટ પર થતી ભરતી અને તેમાં અનામતના અભાવને લઈને લોકોમાં વધતો અસંતોષ, ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાત કરતા હતા, મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની વાત વગેરેનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement
Tags :
BJPHeavy Erosionhigh commandLok Sabha electionsState President Bhupendra ChaudharySubmitted Reportuttar pradesh
Advertisement
Next Article