For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હેર ડાઈ અને સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધવાનો ભય

09:00 PM Dec 23, 2024 IST | revoi editor
હેર ડાઈ અને સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધવાનો ભય
Advertisement

સ્ત્રીઓ માટે વાળને સુંદર અને આકર્ષક બનાવવા માટે હેર ડાઈ અને સ્ટ્રેટનરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. જો કે, શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે? તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હેર ડાઈ અને કેમિકલ સ્ટ્રેટનરનો વધુ પડતો ઉપયોગ સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે.

Advertisement

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયર્નમેન્ટલ હેલ્થ સાયન્સના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હેર ડાઇ અને સ્ટ્રેટનર્સમાં હાજર રસાયણો શરીરમાં હોર્મોનલ ફેરફારોનું કારણ બની શકે છે. જેના કારણે સ્તન કેન્સરનો ખતરો વધી શકે છે. રિસર્ચ અનુસાર જે મહિલાઓ નિયમિતપણે હેર ડાઈનો ઉપયોગ કરે છે. તેમાં સ્તન કેન્સરનું જોખમ 9 ટકાથી વધીને 60 ટકા થઈ શકે છે. ખાસ કરીને ડાર્ક કલરના હેર ડાઈની અસર વધુ ખતરનાક બની શકે છે.

• સ્ટ્રેટનર્સમાં ખતરનાક રસાયણો
સ્ટ્રેટનર્સમાં ફોર્માલ્ડિહાઇડ અને પેરાબેન્સ જેવા રસાયણો હોય છે જે શરીરમાં હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે. આ રસાયણોનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી શરીરમાં ઝેરી તત્વોનું સ્તર વધી શકે છે. જે કેન્સરના કોષોના વિકાસને પ્રેરિત કરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement