For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતના આ રાજ્યમાં પ્રીપ્રેડ સીમ કાર્ડના વપરાશ ઉપર છે પ્રતિબંધ

07:00 PM Nov 16, 2024 IST | revoi editor
ભારતના આ રાજ્યમાં પ્રીપ્રેડ સીમ કાર્ડના વપરાશ ઉપર છે પ્રતિબંધ
Advertisement

નવી દિલ્હીઃ ભારતમાં મોબાઈલ ફોનનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યો છે બીજી તરફ સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે. સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે પરંતુ દેશમાં કેટલીક જગ્યા ઉપર સુરક્ષાનો કારણોસર પ્રીપેડ સીમ કાર્ડના વપરાશ ઉપર પ્રતિબંધ છે.

Advertisement

ભારતમાં મોબાઈલ સેવાઓ સામાન્ય બની ગઈ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રીપેડ સિમ કાર્ડનો ઉપયોગ પ્રતિબંધિત છે. વાસ્તવમાં, આ પ્રતિબંધો એવા વિસ્તારોમાં છે જ્યાં વધુ સુરક્ષા જાળવવી ખુબ જરુરી છે. જમ્મુ અને કાશ્મીરમાં પ્રીપેડ સિમ કાર્ડનો ઉપયોગ મોટાભાગે પ્રતિબંધિત છે. અહીં પ્રીપેડ સિમ કાર્ડ પર પ્રતિબંધ મૂકવા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા છે. આતંકવાદી પ્રવૃતિઓને રોકવા અને અશાંતિ ફેલાતી રોકવા માટે સરકારે આવા પગલા લેવા પડશે. આ ઉપરાંત, ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો જેમ કે આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં પ્રીપેડ સિમ કાર્ડને લગતા કેટલાક વિશેષ નિયંત્રણો હોય છે.

આતંકવાદી સંગઠનો વારંવાર વાતચીત માટે પ્રીપેડ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. આ સિમ કાર્ડ સરળતાથી ખરીદી શકાય છે અને ટ્રેસ કરવા મુશ્કેલ છે. પ્રીપેડ સિમ કાર્ડનો ઉપયોગ અફવાઓ ફેલાવવા અને અશાંતિ ફેલાવવા માટે પણ થઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement