For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમેરિકાની સેનેટનો રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ 3.5 ટકાથી ઘટાડીને એક ટકા કરવાનો પ્રસ્તાવ

01:26 PM Jun 29, 2025 IST | revoi editor
અમેરિકાની સેનેટનો રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ 3 5 ટકાથી ઘટાડીને એક ટકા કરવાનો પ્રસ્તાવ
Advertisement

અમેરિકાની સેનેટે રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સને 3.5 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણયથી બિનનિવાસી ભારતીયોને મોટી રાહત મળશે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ના સુધારેલા ડ્રાફ્ટ હેઠળ, બેંક ખાતાઓમાંથી ટ્રાન્સફર અને અમેરિકા દ્વારા જારી કરાયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને આ નિર્ણયમાં બાકાત રાખવામાં આવ્યા છે.

Advertisement

આ કર હવે માત્ર રોકડ, મની ઓર્ડર, કેશિયર્સ ચેક અને સમાન સાધનો પર લાગુ થશે. શરૂઆતમાં 5 ટકાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને હાલનાં ઘટાડા પહેલાં 3.5 ટકા કરવામાં આવ્યો હતો. નવું કરવેરાનું માળખું એક જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement