ગુજરાત વિધાનસભામાં આદિવાસી શિષ્યવૃતિના મુદ્દે હોબાળો, કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો
- આદિજાતિ સમુદાયને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્ર અંગે પ્રશ્ન પૂછાયો
- મંત્રી દ્વારા મળેલા જવાબથી નારાજ થઈ વિપક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા
- 4 સભ્યોને ગૃહમાંથી સારજન્ટ દ્વારા બહાર કઢાતા કોંગ્રેસે વોકઆઉટ કર્યો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ આદિવાસી શિષ્યવૃતિના મુદ્દે પ્રશ્ન પૂછતા અને આદિજાતિ વિભાગના મંત્રી દ્વારા મળેલા જવાબથી સંતોષ ન થતાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન વિપક્ષના ચાર જેટલાં ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. ત્યારે અધ્યક્ષના આદેશથી ધારાસભ્યોને સાર્જન્ટો દ્વારા ગૃહની બહાર કઢાતા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહનો બહિષ્કાર કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે પાંચમા દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના પ્રશ્નો અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા યોજાઈ હતી. પ્રશ્નોત્તરી કાળના ચર્ચા સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા 20-10-2024 આદિજાતિ સમુદાયને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્ર અંતર્ગતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે, તે રાજ્ય સરકાર બંધ કરવાની છે કે કેમ, તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જે અંતર્ગત પ્રશ્નનો આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સંતોષકારક જવાબ ન મળતા વિધાનસભાના ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી, અનંત પટેલ, કાંતિ ખરાડી જ્યારે આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ગૃહમાંથી સાર્જન્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વિપક્ષના ચાર ધારાસભ્યો વિધાનસભામાંથી બહાર કાઢતા કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા ગૃહને વોક આઉટ કર્યું હતું.
વોક આઉટ બાદ કોંગ્રેસના ધારાસભ્યએ તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, "2010માં UPA સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત કોઈપણ ક્ષેત્રમાં મેનેજમેન્ટ, ક્વોટામાં પ્રવેશ શિષ્યવૃત્તિ મળતી હતી. તે અંગે યોગ્ય જવાબ ના મળતા આજે અમે વિરોધ કર્યો