For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

UPI એ સર્જો રેકોર્ડઃ એક જ દિવસમાં 70 કરોડથી વધુના વ્યવહાર

02:27 PM Aug 06, 2025 IST | revoi editor
upi એ સર્જો રેકોર્ડઃ એક જ દિવસમાં 70 કરોડથી વધુના વ્યવહાર
Advertisement

નવી દિલ્હીઃ ડિજિટલ તરફ આગળ વધતા ભારતમાં UPI ની લોકપ્રિયતા સતત વધી રહી છે તેનો અંદાજ તમે એ વાત પરથી પણ લગાવી શકો છો કે એક જ દિવસમાં, અમેરિકાની વસ્તી કરતા બમણી વસ્તીએ UPI દ્વારા વ્યવહારો કર્યા હોવાનું જાણવા મળે છે. 2024 ના વર્ષ ના ડેટા મુજબ, અમેરિકાની વસ્તી લગભગ 341.2 મિલિયન હતી, પરંતુ ભારતમાં, 2 ઓગસ્ટ, 2025 ના રોજ, UPI દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ 707 મિલિયન વ્યવહારો કરવામાં આવ્યા હતા.

Advertisement

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા શેર કરાયેલા આ આંકડા અનુસાર, 2023 માં, દરરોજ લગભગ 350 મિલિયન (35 કરોડ) UPI વ્યવહારો હતા. ઓગસ્ટ 2024 સુધીમાં, આ સંખ્યા વધીને 500 મિલિયન (50 કરોડ) થઈ ગઈ હતી. હવે આ આંકડો 700 મિલિયન (70 કરોડ) સુધી પહોંચી ગયો છે. હવે સરકારનું લક્ષ્ય UPI દ્વારા દૈનિક વ્યવહારોને 1 અબજ (100 કરોડ) સુધી વધારવાનું છે. એવો અંદાજ છે કે, જો UPI વ્યવહારો આ દિશામાં વધતા રહેશે, તો આગામી વર્ષ સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે.

ગયા મહિને, UPI દ્વારા લગભગ 19.5 અબજ (1.95 અબજ) વ્યવહારો કરવામાં આવ્યા હતા, જેની કુલ રકમ રૂ. 25 લાખ કરોડથી વધુ હતી. હવે ભારતમાં લગભગ 85% ડિજિટલ વ્યવહારો UPI દ્વારા થાય છે. એટલું જ નહીં, વિશ્વભરમાં થતા કુલ ડિજિટલ વ્યવહારોમાંથી લગભગ 50% વ્યવહારો હવે UPI દ્વારા થઈ રહ્યા છે, જે ભારતની ટેકનોલોજીકલ નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement