For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, ખેડબ્રહ્મમાં કરા પડ્યાં

05:14 PM Dec 27, 2024 IST | revoi editor
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો   ખેડબ્રહ્મમાં કરા પડ્યાં
Advertisement
  • અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના વિજ્યનગર અને ખેડાના કપડવંજમાં માવઠું,
  • છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ,
  • હજુ કાલે પણ માવઠું પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને  હાલ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે આજે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. આજે દિવસ દરમિયાન સાબરકાંઠાના વિજ્યનગર, ખેડાના કપડવંજ, અને અરવલ્લીના બાયડમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. આજે સવારથી કેટલાક વિસ્તારોમાં ઘટાટોપ વાદળોથી સૂર્ય નારાયણના દર્શન થયા નહોતા. અન્ય વિસ્તારોમાં પણ માવઠાની દહેશતથી ખેડુતો ચિંતિત બન્યા છે.

Advertisement

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે ગતરાત્રિએ અનેક જિલ્લામાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યાના વાવડ મળ્યા છે.  સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યા હતા. આવતી કાલે પણ કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે. આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે બરફના કરા વરસી શકે છે. આથી ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડબ્રહ્માના દામવાસમાં તો બરફના કરા પડ્યા હતા. આઠમાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાતા વરિયાળી અને બટાકાના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે. જ્યારે અરવલ્લીના માલપુર અને મેઘરજમાં પણ રાત્રે કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉભરાણ, સૂલપાણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ભિલોડા, મોડાસાના ટીંટોઇ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડ્યાં હતાં. માવઠાના પગલે ઘઉં, ચણા, ઝીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ ગત સાંજથી જ મધ્ય ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસપાસના વિસ્તારમાં હળવા વરસાદી ઝાંપટાં પણ પડ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠામાં આજે હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડવાની પણ સંભાવના છે.

Advertisement
Tags :
Advertisement