હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતના 45 તાલુકામાં કમોસમી વરસાદ, કપરાડામાં 1.38 ઇંચ

11:01 AM Oct 30, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

Advertisement

રાજ્યના 45થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.38 ઇંચ અને બનાસકાંઠાના અમીરગઢમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે બનાસકાંઠાના સુઈગામ, ભાવનગરના મહુવા, ગીર સોમનાથના સુત્રાપાડા, કોડિનાર, ઉના, અમરેલીના જાફરાબાદ, રાજુલા, વલસાડ, બનાસકાંઠાના થરાદ, ધાનેરા, દિયોદર, ડિસા સહિત કુલ 43 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.

Advertisement

Advertisement
Tags :
45 talukagujaratKapradaunseasonal rain
Advertisement
Next Article