For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 158 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, મહુવામાં 3.19 ઈંચ

05:03 PM Oct 30, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 158 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ  મહુવામાં 3 19 ઈંચ
Advertisement
  • દરિયાકાંઠા વિસ્તારમાં બે દિવસ વાવાઝાડાની શક્યતા,
  • માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના,
  • સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા

અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ, ભરૂચના હાંસોટમાં 2.13 ઈંચ, તેમજ ભાવનગરના તળાજા, ડાંગના સબીર, સુરતના મહુવા અને ગાંધીનગરમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે હજુ બે દિવસ વરસાદ પડવ4ની શક્યતા વ્યક્ત કરી છે.

Advertisement

અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે ખેતીપાકની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4થી 12 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબીત થઈ શકે છે. ધોધમાર વરસાદની સાથે 55થી 65 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાવવાની શક્યતા છે. જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, આજે અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં છૂટા-છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી અને ઉના પંથકમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં અંધારપટ્ટ સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર Lcs 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement