For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભરૂચમાં એટીએમને હેક કરીને અજાણ્યા શખસો રૂપિયા 2.09 લાખની રોકડ કાઢી ગયા

05:44 PM Sep 25, 2025 IST | Vinayak Barot
ભરૂચમાં એટીએમને હેક કરીને અજાણ્યા શખસો રૂપિયા 2 09 લાખની રોકડ કાઢી ગયા
Advertisement
  • એટીએમ મશીન લેન કેબલ સાથે છેડછાડ કરી હેક કરતા શખસો સીસીટીવીમાં કેદ થયા,
  • એટીએમ મશીનના બેલેન્સમાં રૂ.09 લાખની ઘટ જણાતા હેક થયાની જાણ થઈ,
  • બેંક મેનેજરની ફરિયાદના આધારે ભરૂચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચઃ શહેરના  પાંચબત્તી રોડ પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમ મશીનને હેક કરી અજાણ્યા શખસો રૂ. 2.09 લાખની રોકડ મેળવી ફરાર થઈ જતા આ અંગે બેંક મેનેજરની ફરિયાદના આધારે ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ભરૂચ પાંચબત્તી સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાં બેંક ઓફિસર દ્વારા ગઈ તા.29 સપ્ટેમ્બરના રોજ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સીડીએમ (કેશ ડિપોઝિટ મશીન) એટીએમ મશીનના બેલેન્સમાં રૂ.2.09 લાખની ઘટ જણાઈ આવી હતી. જેથી બેંકના કર્મચારીઓએ ટ્રાન્જેક્શનની ચકાસણી કરતા તારીખ 10થી 18 સપ્ટેમ્બર સુધીમાં થયેલા 22 ટ્રાન્જેક્શનમાં એટીએમ મશીનને પાવર કનેક્શન મળ્યું ન હોવાથી ટ્રાન્જેક્શન કઈ રીતે થયું તે જાણી શકાયું ન હતું. જેથી સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા શંકાસ્પદ વ્યક્તિઓ અલગ અલગ દિવસે એટીએમ કાર્ડ મશીનમાં નાખી એટીએમ મશીન લેન કેબલ સાથે છેડછાડ અથવા એટીએમ મશીન હેક કરતા નજરે ચડ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ભેજાબાજો વિરુદ્ધ છેતરપિંડી, આઇટી એક્ટ સહિતની ધારાઓ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement