For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 9થી 12માં 22મી ડિસેમ્બરથી એકમ કસોટી લેવાશે

05:03 PM Dec 08, 2025 IST | Vinayak Barot
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો  9થી 12માં 22મી ડિસેમ્બરથી એકમ કસોટી લેવાશે
Advertisement
  • ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી દરેક વિષયની 25-25 ગુણની રહેશે
  • એકમ કસોટીમાં 15મી, ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે
  • એકમ કસોટી માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવશે

ગાંધીનગરઃ  રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી આગામી તારીખ 22મીથી 31મી, ડિસેમ્બર દરમિયાન લેવાશે. એકમ કસોટી દરેક વિષયની 25-25 ગુણની રહેશે. તેમાં 15મી, ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે. એકમ કસોટી માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવશે.

Advertisement

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીને રદ કરવાની વાતો વચ્ચે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્રમાં એકમ કસોટી લીધા બાદ બીજા સત્રમાં પણ એકમ કસોટી લેવાનો આદેશ કરાયો છે. તેમાં રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી લેવાશે. જોકે એકમ કસોટીમાં તમામ વિષયોનો ગુણભાર 25-25નો રાખવામાં આવ્યો છે. જ્યારે તમામ વિષયોનો અભ્યાસક્રમ 15મી, ડિસેમ્બર સુધી ભણાવેલા પ્રકરણને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નબેન્ક આધારીત એકમ કસોટી ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ માટે લેવામાં આવશે. એકમ કસોટી આગામી તારીખ 22મીથી 31મી, ડિસેમ્બર સુધીમાં લેવાની રહેશે. એકમ કસોટી માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement